નેત્રંગના આદિવાસી વિદ્યાર્થીઓનો અદ્ભૂત કમાલ, શોધી કાઢી પ્લાસ્ટીકના કચરામાંથી રોડ-રસ્તા બનાવવાની પદ્વતિ

નેત્રંગના આદર્શ નિવાસ શાળામાં  અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ કોંન્સેપ્ટ હેઠળ પ્લાસ્ટીક કચરામાંથી રોડ-રસ્તા તેમજ ખાદ્યતેલમાંથી બાયો ડીઝલ ઉત્યાદન કરવાના બે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવતા શાળાપરિવારમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.

ભરૂચ જીલ્લાના અંતરિયાળ વિસ્તારના નેત્રંગ તાલુકાના મથકે આવેલ આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે,અને જીવનઘડતરમાં ઉપયોગી મહત્વના વિષયો સહવિશેષ ધ્યાન આપવામાં આવે છે,જે આદર્શ નિવાસી શાળામાં 100 ટકા આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરે છે.

હાલના સમયમાં દેશ-દુનિયામાં આંતવાદી ઘટનાઓની સાથે જીવલેણ પ્રદુષણના સ્ત્રોતોને કાયમી અટકાવવા એક પડકાર ઉભો છે,જેમાં ભારત સરકાર ધ્વારા સ્વચ્છતા અભિયાન અતર્ગત સ્વચ્છતાની મુહિમ શરૂ કરવામાં આવતા ઠેર-ઠેર સ્વચ્છતાના કાર્યક્રમો જનઆંદોલનના સ્વરૂપે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે,અને સ્વચ્છતા જાળવવા અને પ્રદુષણના સ્ત્રોતોને અટકાવવા ભારત સરકાર ધ્વારા કઠોર નિયમ પણ બનાવવામાં આવ્યા છે,પરંતુ ગામ્ય અને શહેરી વિસ્તારમાં વસવાટ કરતાં લોકોમાં પ્લાસ્ટીક વપરાશ અનિવાર્ય બની રહેતા જેનો માટાપાયે ઉપયોગ થઇ રહ્યો છે,અને આખરે પ્લાસ્ટીકને થેલીઓ સહિત કેટલીક પ્લાસ્ટીકની બનાવતની ચીજવસ્તુઓ કચરો બની રહી છે,જ્યારે પ્લાસ્ટીક નોન બાયો ડિગ્રેડેબલ વેસ્ટ છે,જેનો નાશ થઇ શકતો નહી હોવાથી અને તેના નિકાલ કરવાથી પર્યાવરણ માટે ખતરો ઉભો થયો છે.

આવી પરિસ્થિતિમાં તેનો કાયમી નિકાલ કરવા અન્ય કચરામાંથી પ્લાસ્ટીકના અલગ પાડીને તેનો ઉપયોગ રોડ-રસ્તા બનાવવા માટે કરી શકાય તેવા આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં આવતા પ્લાસ્ટીક કચરામાંથી રોડ-રસ્તા બનાવવાના પ્રોજેક્ટ ઉપર કામગીરી શરૂ કરવામાં આવી હતી,જેમાં સંશોધન કરતાં સફળતા મળી પ્લાસ્ટીકના કચરાને રિસાયકલ કરી તેનો ઉપયોગ 170 ડિગ્રીમાં કપચી સાથે મિશ્રણ કરી ગરમ કરવામાં આવે,અને તેમાં ડામરનો ઉપયોગની સાથે ગરમ કરેલા મિશ્રણ ધ્વારા પ્લાસ્ટીક રોડ નિર્માણ પામે છે,અને તેને અલગ-અલગ બીબામાં ભરીને બ્લોક પણ બનાવી શકાય છે,જ્યારે 1 કિમી લાંબો અને 3.45 મીટર પહોળો રસ્તો બનાવવા 800 કિગ્રા પ્લાસ્ટીકના કચરાનો ઉપયોગ કરાય છે,એટલે કે 10 કિમી રોડ બનાવવાના માટે 8000 કિગ્રા  પ્લાસ્ટિકના કચરાને રિસાયકલ કરી ઉપયોગમાં લઇ શકાય છે,જેમાં પ્લાસ્ટીક અને ડામરનું મિશ્રણ થવાથી આ પ્રકારના રસ્તા સામાન્ય રસ્તા કરતાં દોઢ ગણ મજબુત અને ટકાઉ હોય છે,અને 10 વર્ષ સુધી કોઇ સમારકામની જરૂર નથી.

જેથી સામાન્ય રસ્તા કરતા ખર્ચમાં પણ તે ચઢીયાતો સાબીત થાય છે.સાથે સાથે આવા રસ્તાના વધુ નિર્માણથી પ્લાસ્ટીક કચરાનો વધુમાં વધુ નિકાલ કરી શકાય છે.અને પર્યાવરણને બચાવી શકાય છે.

શું છે પદ્વતિ?

જ્યારે દેશ-દુનિયામાં પેટ્રોલીયમ પેદાશોનો ભંડારો સીમીત છે,અને તેનો વપરાશ પણ દિવસેેને દિવસેે વધતો જઇ રહ્યો છે,ત્યારે નજીકના ભવિષ્યમાં ડિઝલ જેવા ઇંધણનો વિકલ્પ શોધવો ફરજીયાત બન્યો છે,તેવી પરિસ્થિતિમાં ખાધતેલમાંથી બાયો ડીઝલ મેળવી શકાય છે,તે દિશામાં સંશોધન આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ સંસોધન કરતાં જાણવા મળ્યું કે વપરાશમાં લીધેલા અને બગડેલા ખાધ તેલમાંથી બાયો ડીઝલ ઉત્પન્ન કરી ઇંધણ તરીકે ઉપયોગ કરી શકાય છે,જેમાં મિથેનોલના દ્રાવણને 65 ડિગ્રી સુધી ગરમ કરી તેનું દ્રાવણ તૈયાર કરવામાં આવે છે,અને એક પાત્રમાં ખાધતેલ ઉમેરી તેમાં પોર્સલીનના ટુકડા મિશ્ર કરાય છે,ત્યારબાદ તેને 30થી ૩૫ ડિગ્રી સુધી ગરમ કરાય છે,અને બંને દ્રાવણોને એક પાત્રમાં ભેગા કરીને ફરીથી 60 થી 65 ડિગ્રી સુધી ગરમ કરીને ઠંડું પાડવામાં આવે છે,અની 24 કલાક બાદ તેમાંથી ડીઝલ અને ગ્લીસરોલ છુંટું પડે છે,આ રીતે ખાધતેલ તેલમાંથી 99 ટકા બાયોડીઝલ મેળવી શકાય છે,અને તેનો વાહનોમાં ઈધણ તરીકે ઉપયોગ કરી શકાય છે. આ રીતે નજીકના ભવિષ્યમાં પેટ્રોલિયમ પેદાશોની જગ્યાએ  કુદરતી રીતે પર્યાવરણમાંથી ડીઝલ બનાવી શકાય છે,તે બંને બાબતોનું સંશોધન આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ કરતા શાળાના આચાર્ય હેમન્ત વસાવા,શિક્ષકગણ સહિત શાળાપરિવારમાં આનંદ વ્યાપી ગયો છે.

આદિવાસી વિદ્યાર્થીઓ પ્રેરણાસ્ત્રોત

માર્ગ અને મકાન વિભાગ ધ્વારા કરોડો રૂપિયાના ખર્ચ દર વર્ષે રોડ-રસ્તાના નવીનીકરણની કામગીરી કરવામાં આવે છે,પરંતુ પ્રથમ વરસાદી પાણીમાં ધોવાણ થઇ જતાં રૂપિયા પાણીમાં વહી જાય છે,અને પેટ્રોલિયમ વિભાગ ધ્વારા પણ પેટ્રોલ-ડીઝલના સ્ત્રોતો પ્રાપ્ત કરવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે,તેવા સંજોગોમાં નેત્રંગની આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ કરેલા સંશોધનમાં બોધપાઠ લઈને રોડ-રસ્તા તેમજ ખાધપદાર્થોમાંથી બાયોડીઝલ બનાવવામાં આવે તો કરોડો રૂપિયાની સાથે પર્યાવરણનો પણ બચાવ થઇ શકે છે.