રામ મંદિર અંગે કેટલાક વાણીવીરો બકવાસ કરી રહ્યા છે, દરેક કાશ્મીરીઓને ગળે લગાડીશું: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર દ્વારા બ્યૂગલ ફુંકતા રામ મંદિરને લઇને દાવા કરનારાઓ પર પ્રહાર કર્યા છે. અયોધ્યા સુનાવણી પર ગુરૂવારનાં તેમણે કહ્યું કે, “સુપ્રીમ કૉર્ટ પર ભરોસો છે. હું નિવેદનબાજી કરનારા બહાદૂરોને નિવેદન કરું છું કે ભગવાન રામ માટે થઇને સુનાવણીમાં વિક્ષેપ ના નાંખો.” અહીં એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ જુની સરકારોનો ફક્ત મુંબઈનો વિકાસ કરવાને લઇને ટીકા પણ કરી. આ દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીર પર નારો આપ્યો કે “આપણે નવું કાશ્મીર બનાવવાનું છે.”

જમ્મુ કાશ્મીરમાં ભારતના બંધારણને સમગ્રતાથી લાગુ કરવુ માત્ર એક સરકારનો નિર્ણય નથી, આ ૧૩૦ કરોડ ભારતીયોની ભાવનાનું પ્રકટીકરણ છે. તેમણે કહ્યુ કે કાલ સુધી અમે કહેતા હતા કાશ્મીર અમારૂ છે. હવે તમામ હિન્દુસ્તાની કહેશે, અમારે નવું કાશ્મીર બનાવવુ છે, દરેક કાશ્મીરીને ગળે લગાવવાના છે અને આપણે ત્યાં ફરીથી સ્વર્ગ બનાવવાનુ છે.

રેલીને સંબોધિત કરતા PM મોદીએ કહ્યું કે, “કેટલાક મોટુ મોટુ બોલનારા લોકોએ અયોધ્યામાં રામ મંદિરને લઇને ગમે તે નિવેદન આપવાનું શરૂ કરી દીધું છે. દેશનાં તમામ લોકોનાં મનમાં સુપ્રીમ કૉર્ટનું સમ્માન હોવું જરૂરી છે. કેસ સુપ્રીમ કૉર્ટમાં ચાલી રહ્યો છે. કૉર્ટમાં તમામ લોકો પોતાની વાત રાખી રહ્યા છે. આવામાં આ નિવેદન આપનારા બહાદૂરો ક્યાંથી આવી ગયા? હું આવા નિવેદન આપનારા બહાદૂરોને હાથ જોડીને નિવેદન કરું છું કે ભગવાન માટે, ભગવાન રામ માટે ભારતની ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ રાખો અને આંખ બંધ કરીને કંઇ પણ ના બોલો.”

આ તક પર PM મોદીએ કહ્યું કે, “સરકારની બીજી ઇનિંગનાં ૧૦૦ દિવસ પુરા થયા છે અને આ પહેલી સદીમાં પ્રોમિસ, પરફોર્મન્સ અને ડિલિવરી છે. સરકારે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત મદદ આપવાનું વચન આપ્યું હતુ અને ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ખેડૂતોને આપી ચુક્યા છીએ, જેનાથી સૌથી વધારે મહારાષ્ટ્રનાં ખેડૂતોને ફાયદો થયો છે.” પીએમ મોદીએ દાવો કર્યો કે, “નાના વેપારીઓ અને દુકાનદારોને નિશ્ચિત પેન્શન સાથે જોડી દેવામાં આવ્યા છે. જલદી ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવશે.”

PM મોદીએ કહ્યું કે, “અમે વાયદો કર્યો હતો કે દેશનાં પશુધનને ખેડૂતોનાં વિકાસની કરોડરજ્જૂ બનાવીશું. ૫૦ કરોડ પશુધનને બીમારીથી બચાવવા માટે ટીકાકરણ અભિયાન ચલાવ્યું.” તેમણે કટાક્ષ કર્યો કે, “પૉલિટિકલ પંડીતો કહેતા રહ્યા કે ચૂંટણી આવી એટલે કરે છે. પશુધન વૉટ આપવા નથી આવતા. અમે દેશ માટે કામ કરીએ છીએ.” તેમણે કહ્યું કે, “આદિવાસી યુવાઓને શિક્ષિત કરવા માટે અને કૌશલ નિર્માણ માટે ૪૬૨ એકલવ્ય મૉડલ સ્કૂલોની ડિલિવરીનું કામ શરૂ થઇ ગયું છે” પીએમ મોદીએ કહ્યું કે, “તાજેતરમાં જ બે શક્તિશાળી હેલીકોપ્ટર સેનામાં સામેલ થયા છે અને રાફેલ પણ જલદી સેનામાં સામેલ થશે.”

વીર સાવરકરને લઇને PM મોદીએ કહ્યું કે, તેમણે આપણને રાષ્ટ્રવાદનાં સંસ્કાર આપ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, “કાશ્મીરમાં હિંસા ફેલાવવાનાં પ્રયત્ન થઇ રહ્યા છે, પરંતુ કાશ્મીરનાં લોકો ફક્ત વિકાસ ઇચ્છે છે. વિપક્ષવાળાઓને આ નિર્ણયથી સમસ્યા થઇ રહી છે. આખો દેશ આ નિર્ણય પર એકમત છે, પરંતુ કૉંગ્રેસ અને એનસીપીનાં નેતાઓએ આ વાતમાં સાથ ના આપ્યો. વિદેશોમાં વિરોધી પક્ષનાં નેતાઓનાં નિવેદનનાં આધારે ભારત પર હુમલો કરવામાં આવી રહ્યો છે.” તેમણે કહ્યું કે, “કૉંગ્રેસનું કન્ફ્યુઝન સમજમાં આવે છે, પરંતુ શરદ પવાર જેવા અનુભવી નેતા કેટલાક વોટ માટે ખોટા નિવેદન આપે ત્યારે દુઃખ થાય છે.”