વિક્રમ લેન્ડરનો ફોટો લેવામાં નાસાના કેમેરા થયા નિષ્ફળ, આપ્યું આ કારણ

ચંદ્ર પર લેન્ડીંગ પહેલાં જ ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો સંપર્ક ઈસરોથી તૂટી ગયો હતો. ત્યાર બાદ આના પર તમામની નજરો મંડાયેલી હતી કે નાસાનું ઓર્બિટર 17મી સપ્ટેમ્બરે ચંદ્રના એ સ્થળે ઉતરશે જ્યાં લેન્ડર વિક્રમ અને ચંદ્રયાન-2 છે.

નાસાનું ઓર્બિટર લેન્ડર વિક્રમના ફોટો લેવામાં નિષ્ફળ રહ્યું છે. સાતમી સપ્ટેમ્બરે લેન્ડર વિક્રમનું ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડીંગ થયું હતું. ત્યાર બાદ લેન્ડર ઢળી પડ્યું હતું અને સંપર્ક કરી શકાયો ન હતો. ત્યારથી લઈને અત્યાર સુધી વિક્રમ સાથે સંપર્ક કરવાની કોશીશ કરવામાં આવી રહી છે. 10 વર્ષ સુધી ચંદ્રની પરિક્રમા કરી રહેલા નાસાના લ્યૂનર રિકોનિસ્સેંસ ઓર્બિટરને મંગળવારે વિક્રમ લેન્ડરની લેન્ડીંગ સાઈટ પરથી પસાર કરવામાં આવ્યું હતું.

નાસાના વિજ્ઞાન વિભાગના અધિકારી જોશુઓ એ હેડાલે મેઈલમાં જણાવ્યું છે કે લ્યૂનર રિકોનિસ્સેંસ ઓર્બિટરના કેમેરાએ લેન્ડીંગની સાઈટની આસપાસની ઈમેજને કેપ્ચર કરી છે પણ લેન્ડર વિક્રમનું ખરું સ્થળ શોધી શકાઈ રહ્યું નથી. કારણ કે વિક્રમ લેન્ડર કેમેરાની પહોંચથી દુર છે. હવે એલઆસઓસીની ટીમ 17મી સપ્ટેમ્બરે લેવાયેલા ફોટો અને નાસાના ફોટોની સરખામણી કરી તપાસ કરશે કે લેન્ડર વિક્રમ દેખાઈ રહ્યું છે કે નહીં.

ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરથી પસાર થયેલા ઓર્બિટરથી મળેલા ફોટોનું સંશોધન કરી વિશ્લેષણ કરવામાં આવશે અને ત્યાર બાદ જાહેર કરવામાં આવશે. હકીકતમાં સાતમી સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર લેન્ડ થવાની પહેલાં 2.1 કિમી પર ઈસરોનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ ચંદ્રયાન-2ના ઓર્બિટરે લેન્ડર વિક્રમની થર્મલ ઈમેજ ઝડપી હતી. આ ઈમેજથી જાણકારી મળી હતી કે લેન્ડર વિક્રમ હાર્ડ લેન્ડીંગની જગ્યાએ સહી સલામત છે. લેન્ડર સાથે હજુ પણ સતત સંપર્ક કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.