મુંબઈ હુમલા બાદ મનમોહનસિંહે કરી હતી પાકિસ્તાન પર હૂમલો કરવાની તૈયારી, ડેવિડ કેમરને કર્યો ધડાકો

બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ડેવિડ કેમરને ગુરુવારે પોતાના સંસ્મરણો આધારિત પુસ્તકનું વિમોચન કર્યું હતું. તેમણે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને સંત પુરુષ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે 26/11/2008માં મુંબઈ પર થયેલા આતંકી હુમલા બાદ મનમોહનસિંહે કહ્યું હતું કે જો મુંબઈની જેમ ભારતમાં બીજો હુમલો કરવામાં આવશે તો પાકિસ્તાન વિરુદ્વ સેન્ય કાર્યવાહી કરવી પડશે.

કેમરને ફોર ધ રેકોર્ડમાં પોતાના 52 વર્ષની પર્સનલ અને જાહેર જીવનને વણી લઈને પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં 2010-2016 સુધીનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કેમરન બ્રિટનના પીએમ હતા.

આ સમયગાળા દરમિયાન કેમરનના મનમોહનસિંહ સાથે સારા સંબંધો રહ્યા હતા. મનમોહનસિંહ ઉપરાંત પીએમ મોદી સાથે પણ સારા સંબંધો રહ્યા. કેમરને કહ્યું કે મનમોહનસિંહ સંત પુરુષ છે પણ ભારત માટેના ખતરા માટે તેઓ કડક રવૈયો પણ રાખે છે.

કેમરેને કહ્યું કે ભારતના પ્રવાસે હતો ત્યારે મનમોહનસિંહે 2008માં મુંબઈ પર થયેલા આતંકી હુમલાની જેમ બીજો આતંકી હુમલો થાય તો ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્વ સૈન્ય કાર્યવાહી કરવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે ભારતના સંદર્ભમાં મેં કહ્યું હતું કે આપણે આધુનિક હિસ્સેદારીની જરૂરિયાત છે. દુનિયાના સૌથી જૂના લોકતંત્ર અને દુનિયાના સૌથી મોટા લોક તંત્રે એક સાથે કામ કરવું પડશે.