બૂલેટ ટ્રેન: કોર્ટમાં સરકારની મોટી જીત, જમીન સંપાદન વિરુદ્વ ખેડુતોની અરજી ફગાવાઈ

અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન અંગે ખેડુતો દ્વારા દાખલ કરવામાં આવેલી રીટ પીટીશનનને ગુજરાત હાઈ કોર્ટે આજે ફગાવી દીધી હતી. જમીન સંપાદનની કાર્યવાહીને પડકારતી અરજી કોર્ટે કાઢી નાંખી હતી. જસ્ટીસ એ.એસ.દવેની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને આપવામાં આવેલું વળતર ન્યાયિક છે.

બેન્ચે જણાવ્યું કે ભોગ બનેલા ખેડુતો ગુજરાત સરકારને રજૂઆત કરી શકે છે.  ગુજરાત સરકારે 2016માં જમીન સંપાદનના કાયદામાં સુધારો કર્યો હતો અને રાષ્ટ્રપતિ દ્વારા તેને મંજુરી આપવામાં આવી હતી. કોર્ટે જમીન સંપાદનના અધિનિયમોને સમર્થન આપ્યું હતું.

કોર્ટે એવો પણ અભિપ્રાય આપ્યો હતો કે આંદોલનકારી ખેડુતોના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી જમીન સંપાદનના સુધારેલા કાયદામાં સામાજિક અસરોને ધ્યાને લેવામાં આવી છે અને આકારણી ન કરવાની જોગવાઈ અતિશિયોક્તિમાં સામેલ થતી નથી. બુલેટ ટ્રેન કોરિડોરમાં અમદાવાદ અને મુંબઇ વચ્ચે 508 કિલોમીટર સુધી 12 સ્ટેશનો હશે.