ભાજપના કાર્યાલયમાં લાફાકાંડ, નેતાએ પત્નીને જડી દીધો લાફો

દેશના પાટનગર દિલ્હીમાં ભાજપના નેતાઓ વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ભાજપના બન્ને નેતા પતિ અને પત્ની છે. હકીકત દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલય સાઉથ દિલ્હીમાં આવેલું છે. કાર્યાલયમાં દિલ્હીના પૂર્વ મેટર સરીતા ચૌધરી અને તેમના પતિ આઝાદસિંહ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ આવેશમાં આવી જઈ આઝાદસિંહે પત્ની સરીતાને લાફો જડી દીધો હતો. સરીતા ચૌધરીએ 100 નંબર કોલ કરી પોલીસને બોલાવી લીધી હતી.

ઘટના સ્થળે પહોંચેલી નોર્થ એવેન્યુ પોલીસે તપાસ શરૂ કરી છે. જાણકારી પ્રમાણે પતિ-પત્ની વચ્ચે સંબંધો વણસેલા છે. બન્ને પક્ષોનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. જોકે, આ લાફા કાંડ અંગે દિલ્હી પ્રદેશના ભાજપના નેતોઓ મોઢે તાળા મારી દીધા છે. લાફા કાંડ બાદ ભાજપ કાર્યાલયમાં ભારે હંગામો મચી ગયો છે.

પોલીસના આવ્યા બાદ સરીતા ચૌધરી અને સાંસદ મનોજ તિવારી મીડિયાથી વાત કર્યા વિના જ ચાલ્યા ગયા હતા. આઝાદસિંહ મહારૌલી જિલ્લા ભાજપના પ્રમુખ પણ છે. આઝાદસિંહને ભાજપે પ્રમુખ પદેથી તગેડી મૂકવાનો નિર્ણય કર્યો હતો અને તપાસ કમિટીની જાહેરાત કરી છે.