જૂનાગઢમાં હૃદય કંપાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. એક કાર્યક્રમ દરમિયાન ગીત ગાતા-ગાતા રિટાયર કોન્સ્ટેબલનું અચાનક મોત થઈ ગયું. આ ઘટનાને મોબાઈલ કેમેરમાં કેચ કરી લેવામાં આવી અને ત્યાર બાદ તેનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના ખાસ્સી ચર્ચાસ્પદ બની ગઈ છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ રિટાયર હેડ કોન્સ્ટેબલ ગુજરાતના પ્રખ્યાત કવિ ઝવેરચંદ મેઘાણીનું મમતાથી ભર્યું ગીત “જનનીની જોડ સખી નહીં જડે રે લોલ” ગાઈ રહ્યા છે. ગીત ગાતા ગાતા તેઓ અચાનક ડાયસ પર જ પડી ગયા હતા. તરત જ લોકો ડાયસ પર દોડી આવ્યા અને જોયું તો તેઓનું મોત નિપજ્યું હતું. ચારેતરફ સોપો અને સન્નાટો વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતાં આક્રંદ સાથે માતમનો માહોલ છવાઈ ગયો હતો. હે.કોન્સ્ટેબલ જૂનાગઢના અમૃતનગરમાં રહેતા હતા.
સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ બાયપાસ હાઈવે પર આવેલી હોટલમાં મેડીકલ કંપનીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમમાં રિટાયર હેડ કોન્સ્ટેબલ રતિભાઈ પરમાર રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીનું ગીત ગાઈ રહ્યા હતા. તે સમયે જ તેમને ડાયસ પર જ હૃયરોગનો હુમલો થયો હતો અને પળવારમાં તેમના શ્વાસ થંભી ગયા હતા.
જૂઓ વીડિયો…