ઝઘડીયા: પાણીની ટાંકીનું ઢાંકણ ખોલ્યું તો દેખાયા અજગરના નવ-નવ બચ્ચા, જાણો પછી શું થયું?

ઝઘડીયાના ભાલોદ ગામમાં કપાસના ખેતરમાં આવેલી પાણીની ટાંકીનું ઢાંકણ ખોલવામાં આવ્યું તો એમાંથી અજગરના નવ-નવ બચ્ચા મળી આવ્યા હતા. ઝઘડીયા વનવિભાગ તેમજ સેવ એનિમલ ટીમના સભ્યોએ અજગરના બચ્ચાઓને સુરક્ષીત રીતે પકડી લીધા હતા અને પાણીની ટાંકીમાંથી બહાર કાઢ્યા હતા.

વન વિભાગના એફઓ વિજયભાઇ તડવીના જણાવ્યા મુજબ વનવિભાગના આર.બી.પટેલ,રાજપારડીના ફોરેસ્ટર મહેશ વસાવા તેમજ ઝઘડીયાની સેવ એનિમલ ટીમના કમલેશ વસાવા દ્વારા અજગરના બચ્ચાઓ પકડવા ઝહેમત ઉઠાવી હતી. હવે અજગરના બચ્ચાઓને જંગલ વિસ્તારમાં સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે.