ફિલ્મી ઢબે કારનો પીછો કરી પોલીસે સુરતના કારેલી ગામથી ઝડપી પાડ્યો ગાંજાનો જથ્થો

સુરતના કારેલી ગામમાંથી ગાંજાના જથ્થા સાથે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. અદ્દલ ફિલ્મી સ્ટાઈલમાં પોલીસે કારનો પીછો કર્યો હતો. કુડસદ-કારેલી રોડ ઉપરથી કારમાંથી ઝડપાયો આશરે 23 કિલો જેટલો ગાંજાનો જથ્થો પકડાયો હતો.

કારમાં ગાંજો લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસની સાથે સ્થાનિક લોકોએ કારનો પીછો કર્યો હતો. હાઈવે પર ભાગમભાગીમાં કાર પલટી ખાઈ ગઈ હતી. કીમ પોલીસે ઘટના સ્થળ પરથી ત્રણની ધરપકડ કરી હતી. પકડાયેલા ત્રણેય શખ્સો ઓડિશાના રહીશ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત અન્ય એક કાર અને બાઈક સવાર ફરાર થઈ ગયા હતા. પોલીસ વધુ પુછપરછ કરી રહી છે.