વીડિયો: સુરતમાં નોંધાઈ હેલ્મેટ ચોરીની પ્રથમ ફરિયાદ, જાણો કેવી રીતે કરાઈ હેલ્મેટની તફડંચી?

ગુજરાત સરકાર ઘ્વારા રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો અમલી કરી દેવામાં આવ્યા છે ત્યારે લોકો પણ હવે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થયા છે.આરસી બુક ,પીયૂસી અને હેલ્મેટ વગેરે લોકો હવે સાથે રાખી ને જ બહાર નીકળે છે.ત્યારે આજ રોજ સુરતમાં એક અનોખો બનાવ બનવા પામ્યો છે જેમાં એક વ્યક્તિ નું હેલ્મેટ કોઈ અજાણ્યો ઈસમ ચોરી ગયો હોવાનું સામે આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે આ વ્યક્તિએ પોતાના હેલ્મેટ ચોરી અંગેની પોલીસ ફરિયાદ પણ લખાવી છે.

સુરત શહેરના ઉન વિસ્તારમાં રહેતો યુવક પોતાના કામ અર્થે આજે ઉધના દરવાજા ખાતે આવેલી કોટક મહિન્દ્રા બેન્કમાં આવ્યો હતો દરમ્યાન તેને પોતાનું હેલ્મેટ મોપેડ પર જ મૂકી ને બેન્કમાં ગયો હતો ,જ્યારે યુવક બહાર આવ્યો ત્યારે તેને હેલ્મેટ નહીં મળતા તેને હેલ્મેટ ચોરી થયાનું ભાન થયું હતું જેથી યુવકએ તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથક પહોંચીને હેલ્મેટ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.હેલ્મેટની આ ચોરી નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં એક યુવક આવી ને મોપેડ માંથી હેલ્મેટ કાઢતો નજરે પડે છે.

જૂઓ વીડિયોમાં હેલ્મેટ ચોરોનું કારસ્તાન…