ભારત ફરવા આવ્યો છે દુનિયાનો સૌથી અમીર જૂગારી, એટલી મોંધી ઘડીયાળ પહેરે છે કે કાર અને ઘર આરામથી ખરીદી શકાય

અમેરિકન પોકર પ્લેયર અને પ્લેબોય મિલિયોનર ડેન વિહલ્ઝેરીયન પોતાની ભવ્ય લાઈફ સ્ટાઈલ માટે સતત ચર્ચામાં રહે છે. ડેન બિલ્ઝેરીયન પોતાની પ્રોડક્ટસને લોન્ચ કરવા માટે હાલ ભારત આવ્યા છે. તેમણે ભારતમાં પોકર ઈવેન્ટ ઈન્ડીયા પોકર ચેમ્પિયનશીપમાં હાજરી આપી હતી. તેમણે મુંબઈના રસ્તા પર ફરતા જોવાયા છે.

ડેન બેલ્ઝેરીયનને સફેદ ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવાયા હતા. તેમની ઘડીયાળની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તેમણે એટલી બધી મોંઘી ઘડીયાળા પહેરી છે કે તેઓ ભારતમાં નવું ઘર અને કાર આરામથી ખરીદી શકે એમ છે. સોશિયલ મીડિયા પર ઘડીયાળ બહુજ ચર્ચાસ્પદ બની છે.

ડેન બેલ્ઝેરીયને જે ઘડીયાળ પહેરી છે તેનું નામ Richard Mille RM11-03 છે. જેની કિંમત 191,500 ડોલર છે. એટલે કે લગભગ 1.36 કરોડ રૂપિયા થવા જાય છે. નોંધનીય છે કે ડેન બેલ્ઝેરીયન 150 મિલિયન ડોલરના માલિક છે.

તમે વિચારી રહ્યા છો કે આ ઘડીયાળામાં એવી શું ખાસ વાત છે કે તેની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવે છે. આ ઘડીયાળને McLarenના એન્જિનિયરોએ તૈયાર કરી છે. ઘડીયાળને પાછલા વર્ષે જીનિવા ઈન્ટરનેશનલ મોટર શો દરમિયાન લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ માત્ર 500 ઘડીયાળ તૈયાર કરી છે. આ ઘડીયાળમાં ટાઈટેનિયમ પુશર્સ લાગેલા છે, જે McLaren 720S કારની હેડ લાઈટ્સ જેવા દેખાય છે. આટલું જ નહીં પણ આ ઘડીયાળમાં પાંચ ટાઈટેનિયમ ક્રાઉન લાગેલા છે, જે McLaren કારના વ્હીલમાં ફીટ કરવામાં આવે છે.