એક સાથે 230 લોકોએ કર્યો અંગદાન કરવાનો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા નેત્રંગ તાલુકામાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં યુવક બોડૅના સભ્યો ધ્વારા માં વાત્સયલ અને માં આયુષમાંન ભારત સહિતમાં અમૃતમ કાર્ડ  કાઢવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં 70 જેટલા લાભાર્થીને લાભ લીધો હતો,જ્યારે સેવાભાવી કાયૅક્રમમાં મૃત્યુ પછી અંગદાન માટેના ફ્રોમ ભરવામાં આવ્યા હતા,જેમાં મળતી માહિતી મુજબ 230 જેટલા લોકોએ ફોર્મ ભરીને અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. સેવાભાવી કાર્યક્રમનું આયોજન પૃથ્વીરાજસિંહ અટોદરિયા અને ધર્મેન્દ્રસિંહ રાજ દ્વ્રારા કરવામાં આવ્યું હતું.