પાંચમી ઓગષ્ટથી જમ્મૂ-કાશ્મીરમાં કરફ્યુ છે અને કોઈ પણ રાજકીય નેતાને કાશ્મીરમાં પ્રવેશવામી મનાઈ ફરમાવી દેવામાં આવી છે. અનેક નેતોએ જમ્મૂ-કાશ્મીરની મુલાકાત લેવાના પ્રયાસો કર્યા પણ તે બધાને શ્રીનગર એરપોર્ટ પરથી જ પાછા કરી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધી સહિત વિપક્ષને પણ મુલાકાત લેવા દેવામાં આવી ન હતી અને ગુલામ નબી આઝાદને પણ પોતાના હોમ ટાઉનમાં જવા દેવા માટે પરમીશન આપવામાં આવી ન હતી.
આ દરમિયાનમા કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદને સુપ્રીમ કોર્ટે મુલાકાત લેવાની મંજુરી આપતા કેન્દ્ર સરકારને ઝટકો આપ્યો છે. કાશ્મીરની મુલાકાત દરમિયાન ગુલામ નબી આઝાદ ચાર જિલ્લાની મુલાકાત લઈ શકે છે. જોકે, તેઓ આ સમયગાળા દરમિયાન કોઈપણ રાજકીય કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. એકવાર ત્યાં પહોંચ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. આ સંદર્ભે કેન્દ્રને નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ હવે ગુલામ નબી આઝાદ બારામુલ્લા, અનંતનાગ, શ્રીનગર અને જમ્મુ જિલ્લાની મુલાકાત લઈ શકે છે.