લો બોલો, અલ્ટો કાર 144 કિમીની ઝડપે દોડે છે, પોલીસે ફટાકાર્યો બે હજાર રૂપિયાનો દંડ, જાણો આખો રસપ્રદ મામલો

નવા મોટર વ્હીકલ એક્ટ-2019ને પહેલી સપ્ટેમ્બરથી દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. નવો એક્ટ લાગુ થયા બાદ મેમો અને દંડના અનેક પ્રકારના અજબ ગજબ મામલા સામે આવી રહ્યા છે. તાજા કેસમાં દિલ્હીના રહીશ સાર્ક દેબને યુપી ટ્રાફીક પોલીસ દ્વારા એક ચૂક તરફ ઈશારો કર્યો છે. સાર્ક દેબના જણાવ્યા પ્રમાણે યુપી પોલીસે તેમની અલ્ટો કારનું ચાલાન એટલા માટે ફાડ્યું કે તેમની અલ્ટો કાર 144 કિમીની ઝડપે ચાલી રહી હતી. જ્યારે સત્ય એ છે કે અલ્ટો કાર આટલી ઝડપે ચલાવવામાં આવતી નથી.

હકીકત એવી છે કે ટ્રાફીક પોલીસે મારુતિ બલેનોને ઓવર સ્પીડનું મેમો આપી દીધો. બન્યું એવું છે કે મેમોની પ્રક્રિયા દરમિયાન ગાડીનું નંબર લખવામાં ભૂલ થઈ ગઈ અને મેમો અલ્ટો કારના માલિક પાસે પહોંચી ગયો. હવે આને લઈને કાર માલિકે યુપી પોલીસને તેની ભૂલનો અહેસાસ કરાવ્યો છે. સાર્ક દેબએ ટવિટ કરી લખ્યું કે ડિયર યુપી પોલીસ, તમે મારી કારનો ખોટો મેમો ફાડ્યો છે. હું મારુતિ અલ્ટ કાર ચલાઉં છું. મારી કારના નંબર સાથે બલેનો કારનો મેમો ફાડવામાં આવ્યો છે. જેની સ્પીડ 144 કિમી પ્રતિ ક્લાક લખવામાં આવી છે.

જ્યારે યુપી પોલીસના મેમોની વિગત જોઈએ તો મારુતિ સુઝીકી બલેનો ડ્રાઈવ કરવામાં આવી રહી હતી. જ્યારે તે ગાડી અલ્ટો હતી અને નવ વર્ષ જૂની હતી. જાહેર છે કે આટલી સ્પીડમાં અલ્ટોકાર ચલાવવામાં આવતી નથી. કુલ મળીને કારનુ નામ બલેનો છે જ્યારે નંબર અલ્ટો કારનો લખવામાં આવ્યો છે.  સાર્ક દેબને બે હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. દંડ અંગે સાર્ક દેબે લખ્યું છે કે અલ્ટો કાર 144 કિમીની સ્પીડે ચાલતી હશે તો બે હજાર રૂપિયાનો દંડ ભરવા માટે તે તૈયાર છે.