ડાકુઓએ સંજય દત્તનું કિડનેપ કરવાની કરી હતી કોશીશ, એક્ટરે કર્યો ખૂલાસો

આજકાલ સંજય દત્ત પોતાની નવી ફિલ્મ પ્રસ્થાનનને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મમાં સંજય દત્ત બાહુબલિ નેતા બલદેવસિંહના રોલમાં જોવા મળશે. સંજય દત્ત સતત આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. તાજેતરમાં સંજય દત્ત સ્ટાર કાસ્ટ સાથે કપિલ શર્મા શોમાં પહોંચ્યો હતો. સંજય દત્તની સાથે પત્ની માન્યતા દત્ત પણ હતી. સંજય દત્તે ખુલાસો કર્યો કે એક વાર ડાકુઓએ કિડનેપ કરવાની કોશીશ કરી હતી.

સંજય દત્તને કપિલ શર્માએ પૂછ્યું હતું કે અફવા છે કે ફિલ્મ મુઝે જીને દોની શૂટીંગ દરમિયાન ડાકુઓએ તમને કિડનેપ કર્યા હતા તો સંજય દત્તે જવાબ આપ્યો કે તે સમયે રુપા ડાકુ ગેંગને ઓપરેટ કરતો હતો. હું નાનો હતો. રૂપા ડાકુએ મને ખોળામાં લઈ લીધો અને મારા પિતા(સુનીલ દત્ત)ને પૂછ્યું કે અત્યાર સુધી ફિલ્મની પાછળ કેટલા રૂપિયા ખર્ચ કર્યા છે. તેમણે જવાબ આપ્યો કે પંદર લાખ રૂપિયા. તો ત્યા બાદ રૂપા ડાકુએ કહ્યું કે આને(સંજય દત્ત)ને ઉઠાવીને લઈ જઈએ તો કેટલા રૂપિયા આપશો. આ ઘટના બાદ પિતા સુનીલ દત્તે મને અને મારા માતા નરગીસને મુંબઈ પરત મોકલી આપ્યા હતા.

સંજય દત્તની ફિલ્મ પ્રસ્થાનમ 20મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સંજય દત્તની આ ફિલ્મને પત્ની માન્યતા દત્તે પ્રોડ્યુસ કરી છે. સંજય દત્ત ઉપરાંત અલી ફઝલ, સત્યજીત દૂબે, અમાયા દસ્તુર, જેકી શ્રોફ, ચંકી પાંડે અને મનીષા કોઈરાલા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. ફિલ્મનું ડિરેક્શન દેવા કટ્ટાએ કર્યું છે.