મંદીની માર: મહિન્દ્રા 17 દિવસ બંધ રાખશે પોતાના પ્લાન્ટ, મારુતિ, હિન્દુજાએ બંધ કર્યા છે પ્લાન્ટ

દેશની મોટી ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાના પ્લાન્ટ 17 દિવસ બંધ રાખવાની જાહેરાત કરી છે. આ દિવસો દરમિયાન કોઈ પણ પ્રકારનું પ્રોડક્શન કાર્ય કરાશે નહીં. કંપનીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે દેશમાં ઓટો ઈન્ડસ્ટ્રીઝમાં જરા પણ તેજી નથી.

મહિન્દ્ર દેશની બીજી સૌથી મોટો ઓટો કંપની છે. પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય પ્રોડક્શન ઘટાડવા માટેના કારણે કરવામાં આવ્યો છે. આ પહેલાં 7 અને 9 સપ્ટેમ્બરે મારુતી સુઝુકીએ માનેસર-ગુરુગ્રામના પ્લાન્ટમાં પ્રોડક્શન ઘટાડવાનો નિર્ણય કર્યો હતો અને પ્લાન્ટ બંધ કર્યા છે. જ્યારે હિન્દુજાની મુખ્ય કંપનીઓ અશોક લી-લેન્ડે 16 દિવસ સુધી પ્લાન્ટ બંધ રાખવાની જાહેરાત કરી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે મહિન્દ્રાએ પ્લાન્ટ બંધ કરવા ગે શેર બજારને જાણકારી આપી છે. મહિન્દ્રાએ કહ્યું છે કે ત્રણ મહિના દરમિયાન ત્રણ દિવસ વધારોનું પ્રોડક્શન કરાશે નહીં. હકીકત એવી છે કે નવમી ઓગષ્ટે કંપનીએ દેશના અલગ અલગ પ્લાન્ટને 14 દિવસ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. ત્યાર બાદ હવે કંપનીએ વધુ ત્રણ દિવસ પ્લાન્ટ બંધ રાખવાની વાત કરી છે.

આની સાથે જ મહિન્દ્રાએ કહ્યું છે કે મહિનાના અંત સુધી ખેતીના સાધનોના ઉત્પાદનને ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવશે. કંપનીએ કહ્યું કે પુરતી સંખ્યામાં વેચાણ કરી શકાય તેટલા પ્રમાણમાં વાહનો ઉપલબ્ધ છે અને તેના કારણે કંપનીને કોઈ અસર થશે નહીં. માર્કેટમાં પણ ગાડીઓ પુરતી સંખ્યામાં છે.

ઓગષ્ટ મહિનામાં મહિન્દ્રાનું કુલ વેચાણ 25 ટકા ઘટી ગયું હતું. કંપનીનું વેચાણ ઘટીને 36,085 થયું હતું. પાછલા વર્ષે ઓગષ્ટમાં મહિન્દ્રાના 48,324 વાહનો વેચાયા હતા. ઓટો સેક્ટરમાં વાહનોનાં વેચાણમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.