સુરતના હોડીબંગલા વિસ્તારમાં ટપોરી ટોળકીના ઝઘડામાં નિર્દોષ માણસની હત્યા કરી દેવામાં આવી છે. ટપોરી ટોળકીએ હુમલો કર્યો તેની પાછળનું કારણ એ હતું કે યુવાનની હાર્લી ડેવિડસન બાઈકનો વાયર બકરી ચાવી ગઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના ક્લાકોમાં માંડવા ગેંગના બે ટપોરીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગઈરાત્રે સુરતનાં હોડી બંગલા, જીલાની બ્રિજના નાકા પર આવેલી ઈરાની ચા સેન્ટર માંડવા તરીકે કુખ્યાત ટોળકીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાની સ્ટોલ પર બેસેલા ગુલામ હુસૈન શેખ નામનો માણસ ટપોરીઓની અંગત અદાવતનો ભોગ બન્યો હતો. ઈરાની ચા સ્ટોલના માલિક ભાજપના કાર્યકર ઝાકીર શાહની છે.
હુમલો થયો તેની પાછળના કારણો એવાં છે કે ત્રણેક દિવસ અગાઉ ઈટવાલા ગલીની ચાલ, વેડ દરવાજા ખાતે રહેતા ઈમ્તીયાઝ ઉર્ફે લાલુ નામના યુવાની હાર્લી ડેવિટસન બાઈકનો વાયર સમીર ખાન ઉર્ફે સમીર માંડવાની બકરી ચાવી ગઈ હતી. સલીમ માંડવાની બકરીને તેની માતા મહેરુન્નીસા પાળે છે. આ ઘટનાને લઈ ઈમ્તીયાઝે સમીર માંડવાના ઘરવાળાઓની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડો થયો ત્યારે સમીર માંડવો ઘરે હાજર ન હતો. બાદમાં સમીર અને તેના માણસો ઈમ્તીયાઝને સબક શિખવાડવા માટે તેને શોધી રહ્યા હતા અને ઈરાની ચા સ્ટોલ પર પહોંચ્યા હતા.
ઈરાની ચા સ્ટોલ પર પહોંચેલી માંડવા ગેંગે હૂમલો કર્યો હતો. હુમલામાં ઈમ્તીયાઝ મિત્ર અને સ્કૂલની વર્ધી કરી ગુજરાન ચલાવતા 50 વર્ષીય મહોમ્મદ હુસૈન શેખને આડેધડ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજા થઈ હતી. બાદમાં હુસૈન શેખને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પોલીસે આ ઘટના અંગે સમીર માંડવા અને મુનાફ શેખ નામના ટપોરીની ગણતરીના ક્લાકોમાં ધરપકડ કરી છે. લાલગેટ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ વીવી ભોલા, અ.હે.કો. નિતેશ તનસુભાઈ, અ.હે.કો.ઉમેશ ભીકાભાઈ, અપોકો દેવેન્દ્રદાન ગઢવી અને અપોકો હીંમત ખીમાભાઈ, અપોકો ખુમાનસિંહ વીરાભાઈ અને અપોકો રાઘવભાઈ કરશનભાઈની ટીમે ગણતરીના ક્લાકોમાં આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી કરી હતી.