ભારત ચંદ્રયાન-2ના મિશન અંતર્ગત ચંદ્ર પર મોકલવામાં લેન્ડર વિક્રમની જાણકારી મેળવવામાં હવે અમેરિકાના અવકાશી સંસ્થા નાસા પણ મદદ કરી રહી છે. નાસાનું ઓર્બિટર મંગળવારે ચંદ્રની સપાટી પર એ જગ્યા પરથી ઉડશે જ્યાં વિક્રમે લેન્ડિંગ કર્યું છે. જેનાથી વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવામાં મદદ મળી શકે છે.
લેન્ડર વિક્રમની ઈસરોએ પણ ભાળ મેળવી લીધી છે અને તેની સાથે સંપર્ક કરવાના સતત પ્રયાસ કરી રહ્યું છે. જોકે અત્યાર સુધીમાં ઈસરોએ વિક્રમ લેન્ડરની કોઈ જ તસવીર મોકલી નથી.
ઉલ્લેખનીય છે કે, વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ કર્યું હતું, જેના કારણે વિક્રમ આડુ પડી ગયું છે. નાસાના ઓર્બિટરમાં લાગેલા હાઈ રિઝોલ્યૂશન કેમેરાએ થોડા દિવસ પહેલા અપોલો ૧૧ની લેન્ડિંગ સાઈટના ફોટા મોકલ્યા હતાં. આ તસવીરો ખુબ જ ક્લિયર હતી અને ૪૦ વર્ષ પહેલા ચંદ્ર પર મનુષ્યનું લેન્ડિંગના પગલા પણ સ્પષ્ટ જોઈ શકાતા હતાં. તાહેતરમાં જ ક્રેસ થયેલા ઈઝરયયલેના સ્પેસક્રાફ્ટની તસવીરો પણ નાસાના ઓર્બિટરે જાહેર કરી હતી.
નાસાના ઓર્બિટર પ્રોજેક્ટના વૈજ્ઞાનિક નોઆહ પેટ્રોના હવાલાથી જણાવ્યું હતું કે, નાસા ઓર્બિટર 17 સપ્ટેમ્બર એટલે કે મંગળવારે વિક્રમની લેન્ડિંગ સાઈટની ઉપરથી પસાર થશે. પેટ્રોએ કહ્યું છે કે, નાસાની નીતિ પ્રમાણે ઓર્બિટરનો ડેટા જાહેરમાં જાણી શકાય છે.
તેમણે વધારે કહ્યું હતું કે, અમારૂ ઓર્બિટર વિક્રમ લેન્ડરની સાઈર પરથી પસાર થશે તો તેના ફોટો જાહેર કરવામાં આવશે જેથી કરીને ઈસરોને સ્થિતિનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં મદદ મળે. ઈસરોએ મંગળવારે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૨ના ઓર્બિટર વિક્રમ લેંડરની ભાળ મેળવી લેવામાં આવી છે. જોકે હજી સુધી વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવામાં સફળતા મળી નથી.