એક પછી એક સ્પા સેન્ટરમાંથી સેક્સ રેકેટ પકડાઈ રહ્યા છે. પોલીસ દ્વારા સ્પા સેન્ટરો પર સતત નજર રાખવામાં આવી રહી છે. કેટલાક બ્યૂટી પાર્લરો પર પણ પોલીસની બાજ નજર રહેલી છે.
તાજેતરમાં નોઈડાના સેક્ટર-18માંથી 25 મહિલાઓ સહિત 35 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે એક ડઝન કરતાં વધુ સ્પા સેન્ટરો પર રેડ કરી હતી. હવે દિલ્હી મહિલા આયોગે ફરી એક વાર સ્પાની આડમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
સ્પા સેન્ટર માટે દલાલો ઓન લાઈન કામ કરે છે. અને સેક્સયુઅલ પોઝીશન સાથે મેન્યુ કાર્ડ પણ ડિસ્પલે પર મૂકવામાં આવ્યું હતું. દિલ્હી મહિલા આયોગ પાસે આ વેબસાઈટની ફરીયાદ આવતા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. વેબસાઈટની તપાસ કરતા જણાઈ આવ્યું હતું કે તેના પર યુવતીઓ સાથે સેક્સ માણવાના અલગ અલગ પ્રકારના ભાવ પણ મૂકવામાં આવ્યા હતા, સાથે જ ફોટો પણ હતા. સ્પા સેન્ટરે બાઉન્સર્સ પણ તૈનાત કર્યા હતા અને ખાસ પ્રકારના રૂમ પણ બનાવ્યા હતા.
દિલ્હી મહિલા આયોગના ચેરપર્સન સ્વાતી માલીવાલે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને સ્પા સેન્ટર સહિત વેબસાઈટના ગોરખધંધાનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું.
દિલ્હી મહિલા આયોગ અને પોલીસ તમામ વસ્તુઓની તપાસ કરી. કેટલીક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી. ચાર છોકરીઓને બચાવી લેવામાં આવી અને ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી હતી.
સ્પા સેન્ટરમાં ચારે તરફ યુવતીઓના નગ્ન ફોટો અને ભાવ દર્શાવતા બોર્ડ પણ જોવા મળ્યા હતા. પોલીસે કોન્ડોમ પણ જપ્ત કર્યા હતા. રેટ કાર્ડ સાથેનું મેનુ પણ વેબસાઈટના સ્ક્રીન પર રજૂ કરવામાં આવ્યું હતું.