નેત્રંગ મામલતદારને પેસા કાયદા અને વનઅધિકારના રક્ષણ અને અમલીકરણ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં વન અધિકાર અને પેસા કાયદાના રક્ષણ અને અમલીકરણ,જંગલ સંસાધનો ઉપર મળેલા અધિકારને છીનવી લેતા ખરડાની જોગવાઇ રદ્દ કરવા,જંગલ ખાતાના અધિકારીને બળપ્રયોગ કરવાની અને બંદુક ચલાવવાની સત્તા સહિત સરકારની મંજુરી વગર ફોજદારી કાર્યવાહી પણ કરવી નહીં,જંગલખાતાના અધિકારીને મેજિસ્ટ્રેટના હુકમ અને વોરંટ વગર ધરપકડ કરવાની કલમને રદ્દ કરવા,અને વન કાયદાના ગુનાઓ માટે ધરપકડ કરેલી વ્યક્તિનું લીધેલા નિવેદન અને કબુલતનામાને કોર્ટમાં માન્ય રાખતી કલમને રદ્દ કરવા જેવા પાંચ મુદ્દાઓ સાથે જય આદિવાસી મહાસંઘ ગુજરાત ધ્વારા રાજ્યપાલને સંબોધીને નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્ર આપતી વખતે વાલીયા, ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના 53 ગામોના આદિવાસી આગેવાનો જોડાયા હતા. આદિવાસી અધિકાર દિવસે અંબાજી-ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના તાલુકા-જિલ્લા મથકે આવેદનપત્રો જય આદિવાસી મહાસંઘ ગુજરાત દ્વારા આપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.