દેશમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની હાલત સારી નથી. આ મામલે ભારત દુનિયાના બીજા દેશોથી ઘણુ પાછળ છે. યુકે સ્થિત ટાઈમ્સ હાયર એજ્યુકેશન સંસ્થાએ આ વર્ષે બહાર પાડેલા રેન્કિંગમાં વિશ્વની ટોપ 300 યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટીને સ્થાન મળ્યુ નથી.
બેંગ્લોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ અને આઈઆઈટી રોપડ એ બે સંસ્થાઓને 301 થી 350ના રેન્કિંગમાં સ્થાન મળ્યુ છે. 2012 બાદ પહેલી વખત એવુ થયુ છે કે, દેશની કોઈ સંસ્થા ટોપ 300માં સ્થાન મેળવી શકી નથી. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ રેન્કિંગમાં આ વખતે પાછળ છે અને તેનુ કારણ રિસર્ચમાં તેનો ઘટેલો સ્કોર છે. ગયા વર્ષે આઈઆઈએસને 251 થી 300ના ગ્રૂપમાં રેન્કિંગ મળ્યુ હતુ.
આઈઆઈટી ઈન્દોરને 350 થી 400ના રેન્કિંગમાં સ્થાન મળ્યુ છે. આઈઆઈટી મુંબઈ, દિલ્હી અને ખડગપુર 401 થી 500ના રેન્કિંગમાં છે. દિલ્હી અને ખડગપુર આઈઆઈટીના રેન્કિંગમાં ગયા વર્ષ કરતા સુધારો થયો છે.
- રેન્કિંગમાં ટોપ પાંચ યુનિવર્સિટીઓયુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ
કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી - યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ
- સ્ટનફોર્ટ યુનિવર્સિટી
- મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી