વીડિયો: રાનુ મંડલનું “તેરી મેરી કહાની” ફૂલ સોન્ગ રિલીઝ, એક વાર સાંભળો તો વારંવાર સાંભળશો

કોલકાતાના રાણાઘાટથી લઈ બોલિવૂડની સફર સુધી રાનુ મંડલ હવે કોઈ પરિચયની મોહતાજ નથી. હિમેશ રેશમીયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરમાં રાનુ મંડલના કંઠે ગવાયેલું તેરી મેરી કહાની સોન્ગને યૂ-ટ્યૂબ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું જ્યારે આજે ફિલ્મમાં હિમેશ રેશમીયા પર ફિલ્માવાયેલુ આ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.

રાનુ મંડલનો અવાજ સમગ્ર ગીતમાં નિખરે છે અને હિમેશ રેશમીયાએ કમ્પોઝીશનમાંચાર ચાંદ લગાવી દીધા છે. આ ફિલ્મમાં રાનુ મંડલે કુલ ત્રણ ગીતો ગાયા છે.

યુઝર્સે ગીતને મોકળા મને વધાવી લીધું છે. તમામે યૂઝર્સે હિમેશ રેશમીયાએ રાનુ મંડલને આપેલા બ્રેકની ભરપુર પ્રશંસા કરી છે અને લખ્યું છે કે આ એક સર્વોત્તમ ગીત છે અને કર્ણપ્રિય છે. વારંવાર સાંભળવાનું ગમે એવું છે.

સોન્ગ સાંભળવા અહીં ક્લિક કરો…