વીડિયો: નર્મદા ડેમની સપાટી વધતા આ ચાર નદીઓમાં છોડાયું નર્મદા નદીનું પાણી, પ્લેનમાંથી જૂઓ ડેમનો અદ્દભૂત નજારો

પાછલા કેટલાક દિવસોથી ગુજરાત તથા મધ્યપ્રદેશમાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદાની સપાટીને નિયંત્રિત રાખવા માટે ચાર નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સાથે જ આના કારણે સંભવિત આફતને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ(NDRF)ની પંદર ટીમોને વિવિધ જગ્યાએ તૈનાત કરી દેવામાં આવી છે. જોકે. પાણી વધવાની સાથે જ નર્મદા ડેમનો પ્લેનમાંથી લેવામાં આવેલો વીડિયો એક અદ્દભૂત નજારો દર્શાવી રહ્યો છે.

રાહત અને બચાવ કાર્યના વડા અને સચિવ કેડી કાપડીયાએ જણાવ્યું કે નર્મદા ડેમની જળ સપાટી ઝડપથી વધી રહી છે. હાલ સપાટી 136.84 મીટરે પહોંચી ગઈ છે. માનવામાં આવે છે કે આગામી કેટલાક દિવસોમાં સપાટી 138.68 મીટરને અંતિમ લેવલને પાર કરી જશે અને ડેમ ઓવરફ્લો થઈ કે છે. આના કારણે સાબરમતી, બનાસ, પુષ્પાવતી અને રુપેણ નદીમાં નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યું છે.

જૂઓ ડેમનો વન્ડરફૂલ વીડિયો…

ભારે વરસાદના કારણે સભવિત આફતને પહોંચી વળવા માટે વલસાડ, ઓલપાડ, રાજકોટ, ગીર-સોમનાથ, પાટણ, લૂણાવાડા અને દાહોદમાં NDRF એક એક ટીમને સાબદી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચ અને ગાંધીનગરમાં બે-બે તો વડોદરાના વાઘોડીયામાં ચાર ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.