સમગ્ર ગુજરાતના મહાનગરોમા રસ્તાઓની પાછલા ત્રણ મહિનાથી જે દુર્દશા થઈ છે તેને લઈને હવે લોકોનો આક્રોશ ફાટી નીકળી રહ્યો છે. રાજકોટમાં બે માણસો તો રસ્તા પર પડેલા ખાડામાં જીવતે જીવ દટાઈ જવા માટે તૈયાર થઈ જતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
રાજકોટમા લોકોને સમજ પડી રહી નથી કે રસ્તા પર ખાડાઓ પડી ગયા છે ખાડાઓના જ રસ્તા બની ગયા છે. રસ્તા એટલા બધા ખરાબ થઈ ગયા છે કે ગાડી ચલાવવી તો ઠીક પગપાળા ચાલવા માટે રસ્તો શોધવાનો વારો આવ્યો છે. આ સ્થિતિ એક માત્ર રાજકોટની બની નથી. સુરત, અમદાવાદ અને વડોદરા જેવી શહેરોમાં પણ રસ્તાઓની હાલત અત્યંત ભયાનક બની ગઈ છે.
કેટલાક રસ્તાઓ પરથી તો પસાર થવાનું પણ લોકો ટાળી રહ્યા છે. ગુજરાત સરકારે રસ્તાઓની મરામત માટે જાહેરાત કરી છે અને કહ્યું છે કે નવરાત્રી પહેલાં બધા જ રસ્તાઓ સારા થઈ જશે.
જૂઓ વીડિયો…