17 લાખ રૂપિયામાં વેચાયો ગણેશ લાડુ, કોણે ખરીદ્યો ? શું છે લાડુના ફાયદા? જાણો

આજે આનંદ ચૌદશ છે અને ગણેશ વિસર્જન યાત્રા ચાલી રહી છે ત્યારે એક ગણેશ લાડુ એટલા બધા રૂપિયામાં વેચાયો કે આંકડા સાંભળીને ચોંકી જવાય છે. હૈદ્રાબાદના બાલાપુરમાં ગણેશ લાડુની નીલામી યોજવામાં આવી હતી અને આ લાડુ 17.6 લાખ રૂપિયામાં વેચાયો હતો. આ લાડુને હૈદ્રાબાદના જ રહીશ કોલાનુ રામ રેડ્ડીએ ખરીદ્યું હતુંય આ નીલામીમાં 19 લોકોએ ભાગ લીધો હતો. ગણેશ વિસર્જન પહેલાં આ નીલામી યોજવામાં આવી હતી.

સોનાના લેપવાળા લાડુનું વજન 21 કિલો હતું અને જ્યારે બોલી લાગી ત્યારે રેડ્ડીએ 17.6 લાખ રૂપિયામાં લાડુ ખરીદી લીધું. આયોજકોએ લાડુને ચાંદીના થાળમાં આપ્યું હતું.

નીલામી જીત્યા બાદ રેડ્ડી થાળ લઈને ગણેશ વાહન પર ચઢી ગયાય કોલાનું રામ રેડ્ડી વ્યવસાયે વેપારી અને ખેડુત છે. તેમનો પરિવાર આ પહેલાં પણ બાલાપુરમાં લાડુની નીલામીમાં ભાગ લઈ ચૂક્યો છે. 2018માં બાલાપુરમાં થયેલી નીલામીમાં ગણેશ લાડુને 16.6 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યો હતો.

પાછલા વર્ષે નીલામીમાં બાલાપુર મંડલ આર્ય વૈશ્યમના પ્રમુખ તેરેપિલ્લી શ્રીનિવાસ ગુપ્તા વિજેતા રહ્યા હતા. બાલાપુર ગણેશ લાડુની નીલામી 1994થી શરૂ કરવામાં આવી હતી. પાછલા વર્ષે 450 રૂપિયામાં નીલામી થઈ હતી. કોલનુ મોહન રેડ્ડી લાડુની નીલામીના વિજેતા રહ્યા હતા. તેમણે સતત પાંચ વાર લાડુની નીલામી જીતી હતી.

એવું મનાય છે કે બાલાપુરના ગણેશ લાડુની નીલામી જીતનારા માટે સૌભાગ્ય, સમૃદ્વિ અને આનંદના દ્વાર ખૂલી જાય છે. મિત્રો અને પરિવારજનો સાથે લાડુનું વિતરણ ઉપરાંત લાડુના ટૂકડાને પોતાના ઘરે અને ખેતરોમાં પણ વિખેરવામાં આવે છે. ગણેશ લાડુની બોલી દર વર્ષે 1.116 રૂપિયાથી જ શરૂ થાય છે.