ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના રિટારમેન્ટને લઈ પાછલા બે મહિનાથી અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે. આ તમામ અટકળોનો બીસીસીઆઈના ચીફ સિલેક્ટરે ખંડન કર્યુંછે. રિપોર્ટ એવા હતા કે ધોનીએ રિટાયરમેન્ટને લઈ બીસીસીઆઈને જાણકારી આપી દીધી હતી. ધોનીના ફેન્સ માટે ગણેશ વિસર્જનના આનંદ ચૌદશના દિવસે ગૂડ ન્યૂઝ આવ્યા છે.
ધોનીના રિટારમેન્ટને લઈ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યુંકે ધોનીના રિટાયરમેન્ટને લઈ કોઈ અપડેટ નછી. તેમના રિટાયરમેન્ટને લઈ પ્રકાશિત થયેલા સમાચારો ખોટા છે.
જ્યારે ધોનીની પત્ની સાક્ષીસિંહે પણ આ અટકળોને માત્ર અફવા ગણાવી હતી.
આ પહેલાં જ્યારે ધોનીના રિટારમેન્ટને લઈ ચર્ચા થઈ રહી હતી ત્યારે શતરંજના ખેલાડી વિશ્વનાથ આનંદે પણ કહ્યું હતુ કે રિટાયરમેન્ટ અંગે ધોનીને વિશેષાધિકાર છે. તેમણે કહ્યું હતું કે આ ખેલાડી કરિયરમાં બધું હાંસલ કરીને સંતુષ્ટ થઈને જશે.
આ વર્ષે આઈસીસી વિશ્વકપની સેમી ફાઈનલમાં ભારતની હાર બાદ આ અનુભવી વિકેટ કિપર-બેટ્સમેનના રિટાયરમેન્ટ માટે જોરશોરથી ચર્ચા ચાલી હતી. પણ ધોનીએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને ભારતીય સેનાની પ્રાદેશિક રેજિમેન્ટ સાથે કામ કરવાને લઈ બ્રેક લીધો હતો.