ઢબુડી ઉર્ફે ધનજી ઓડને બુધવારે પેથાપુર પોલીસે બીજી નોટિસ ફટકારી છે. ગઢડા સ્વામીના એક યુવાનના મોત મામલે તેની સામે પેથાપુર પોલીસ મથકમાં થયેલી અરજી અનુસંધાને પોલીસે તેને નિવેદન માટે અગાઉ પ્રથમ નોટિસ આપી હતી. પરંતુ તેણે પોલીસ મથકે હાજર થવાના બદલે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. દરમિયાન ધનજી ઓડ ફોરેન ભાગી જાય તેવી પોલીસને શંકા હોવાના કારણે બુધવારે તેને બીજી નોટીસ ફટકારવામાં આવી છે.
ગાંધીનગર નજીક પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીના અનુસંધાને બુધવારે રાતે 11.45 વાગ્યે ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ હાજર થયો હતો. પોલીસે બપોર બાદ આપેલા બીજા સમન્સ બાદ તે પોલીસ સ્ટેશનમાં જવાબ આપતા પોલીસે જવા દીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં જ ગાંધીનગર કોર્ટે ધનજી ઓડના આગોતરા જામીન ના મંજુર કર્યા હતા. કોર્ટે આગોતરા ના મંજુર કરતા ધનજી ઓડ પોલીસ સમક્ષ હાજર થાય તેવી શક્યતા હતી. પરંતુ તે પોલીસથી હજુપણ દુર ભાગી રહ્યો છે. બીજીતરફ પોલીસને ધનજી ઓડ વિદેશ ભાગી જાય તેવી શંકા છે. આ સ્થિતીમાં પેથાપુર પોલીસે તેની વિરૃધ્ધ તાત્કાલીક અસરથી બીજી નોટિસ કાઢી હતી. આ મામલે પેથાપુર પોલીસ સબ ઇન્સપેક્ટર એ.જી.એનુરકરે જણાવ્યુકે. આજે પોલીસની એક ટીમ બીજી નોટિસ સાથે ધનજી ઓડના ચાંદખેડા સ્થિત નિવાસ્થાને પહોંચી હતી. પરંતુ તે ત્યાં મળી આવ્યો નહતો. તેના ઘરના દરવાજે તાળુ હતું. જેના કારણે મકાનના દરવાજા પર નોટિસ ચીપકાવવામાં આવી છે. પોલીસે તેને સત્વરે નિવેદન માટે હાજર થવા નોટિસ મારફત ફરમાન કર્યુ હતું.