જમ્મુ-કાશ્મીર બોર્ડર નજીક લખનપુરથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ, વિસ્ફોટકો કબ્જે

જમ્મુ-કાશ્મીર પોલીસ મોટા આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાયો છે. પંજાબ જમ્મુ-કાશ્મીર બોર્ડર નજીક લખનપુરથી પોલીસે ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી પોલીસે ૬ એકે ૪૭ રાઈફલ જપ્ત કરી છે. એટલુ જ નહીં હથિયાર અને દારૂગોળાથી ભરેલી આખી ટ્ર્રક જપ્ત કરી છે.

માનવામાં આવે છે કે, આ આતંકવાદીઓ કાશ્મીર ખીણમાં કોઈ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતાં. એસએસપી કઠુઆએ ટ્રક જપ્ત કરવાની સ્પષ્ટતા કરી છે.

કાશ્મીરમાંથી ૩૭૦ હટાવાતા ભુરાયુ થયેલુ પાકિસ્તાન દેશમાં આતંકી હુમલા કરવાની ફિરાકમાં છે. સરહદ સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળોએ હુમલાના મોટા કાવતરાને નિષ્ફળ બનાવતાં ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકવાદીઓ પાસેથી ૬ એકે-૪૭ રાઇફલ સહિત ભારે માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. હથિયારોની આ ખેપ એક ટ્રકમાં લઈ જવામાં આવી રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓ કાશ્મીર ઘાટી માં કોઈ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે.

સુરક્ષા દળોએ આતંકવાદીઓની પંજાબ-જમ્મુ-કાશ્મીર બોર્ડરના લખનપુરથી ધરપકડ કરી છે. એક ટ્રકમાં હથિયાર અને દારૂગોળો લઈ જવામાં આવી રહ્યો હોવાની સુરક્ષા દળોને સૂચના મળી હતી. આ સૂચનાના આધારે સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરી અને ટ્રકની સાથે ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી લીધી.