ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારોમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અને ડેમની સપાટી વધતા ડાઉન સ્ટ્રીટમાં લાખો ક્યુસેક પાણી ડેમમાંથી આવી રહ્યું છે. પાણીની આવક વધવાના કારણે ઝઘડિયાના કાંઠા વિસ્તારોના અશા, પોરા, તરસાલી, ટોથીદરા, જરસાડ, ઓરરપટ્ટાર, ઝઘડિયા, અવિધા, રાણીપુરા, ઉચેડિયા, મોટા સાંજા, નાના સાંજા, ગોવાલી, મુલદની સીમના ખેતરોમાં પાણી ભરાતાં જળબંબાકરની સ્થિતિ સર્જાઈ છે. ૩૦૦ જેટલા લોકોનું અને ૩૦૦ જેટલા પશુઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
ચાલુ સાલે નર્મદાના નહિવત પ્રવાહ અને ખુબ મોટા પ્રવાહના કારણે ખેતીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ઉનાળામાં દરિયાના ખારા પાણી ભાલોદ સુધી સરકારની બેધારી નીતિના કારણે પહોંચ્યા હતા અને છેલ્લા એક માસથી ઝઘડિયાના કાંઠા વિસ્તારના ખેતરોમાં મોટા પાયે પાણીનો ભરાવો થઇ રહ્યો છે. ગત માસે નર્મદામાં આવેલા ભારે પાણીના પ્રવાહના કારણે અશા થી લઇ મુલદ સુધીની કાંઠા વિસ્તારની સીમો પાણીમાં ગળકાવ થઇ હતી, ખેડૂતોને ખેતરોમાં કામ કરવાની તક મળી નથી ત્યાં ફરી બીજી વખત ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમ માંથી ડાઉન સ્ટ્રીટમાં આવતા મોટા પ્રમાણમાં પાણીના કારણે ફરીથી એક માસના સમય ગાળા દરમિયાન કાંઠા વિસ્તારની સીમો પાણીમાં ડૂબી છે.
નર્મદા તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પાણીના ભરવાના કારણે ખેડૂતોને કેટલું નુકસાન થયું હશે તેનો અંદાજ કાઢવાનો કોઈ મતલબ નથી કેમ કે જે કઈ બચ્યું હશે તે આ બીજી વખતના પાણીના ભરવાના કારણે નષ્ટ થઇ જશે. આ એક માસના સમયમાં બીજી વખત નર્મદામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોવા છતાં કોઈ ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે પૂછવા સરકારી બાબુ ગયા નથી, નુક્સાનીનો કોઈ સર્વે પણ કરવામાં આવ્યો નથી એના પરથી સ્પષ્ટ થાય છે કે કાંઠા વિસ્તારના ખેડૂતોની જમીન ધોવાઈ, પુરમાં જાય સરકારને કોઈ ફર્ક પડતો નથી. ઝઘડિયાના અશા, પોરા, તરસાલી, ટોથીદરા, જરસાડ, ઓરરપટ્ટાર, ઝઘડિયા, અવિધા, રાણીપુરા, ઉચેડિયા, મોટા સાંજા, નાના સાંજા, ગોવાલી, મુલદ ની સિમોના ખેતરોમાં પાણી ભરાતાં જળબમ્બાકારની સ્થિતિ સર્જાઈ છે.
ગતરોજથી નર્મદામાં આવેલા પૂર ના કારણે ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના પોરા, તરસાલી, ટોથીદરા, જરસાડ, ઓરરપટ્ટાર ગામના ૩૦૦ જેટલા પરિવારોનું અને ૩૦૦ જેટલા પશુઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવાવવામાં આવ્યું છે.