ભાજપ દ્વારા પેટાચૂંટણીની તૈયારીઓ, સાત વિધાનસભા માટે આ નેતાઓની સોંપાઈ જવાબદારી

આ પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા સરકારના એક મંત્રી તથા સંગઠનના એક અધિકારી એમ બે ઇન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી છે.

ભાજપ દ્વારા પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાત વિધાનસભા માં ભાજપ આજે ઇન્ચાર્જ નિમણૂક કરી દેવામાં આવી છે જે વિધાનસભાની ચૂંટણી સુધી બેઠકો પર સીધી નજર રાખશે મહત્વનું એ છે કે બાયડ થતા ખેરાલુ ઉત્તર ગુજરાતની ટફ  બેઠકો છે અને જે વિધાનસભાની જવાબદારી ખુદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ રાજ્યકક્ષાના ગુહ મંત્રી  પ્રદીપસિંહ જાડેજાને સોંપવામાં આવી છે.