પશ્ચિમ બંગાળના રાણાઘાટના રેલવે સ્ટેશન પર ગીત ગાઈને પોતાનું ગુજરાન ચલાવતી રાનુ મંડલનાં પગલા સફળતા તરફ આગેકૂચ કરી રહ્યા છે. રાનુ મંડલનો વીડિયો નેટ પર વાયરલ થયો અને રાતોરાત તેમને સુપરસ્ટાર બનાવી દીધા. સંગીતકાર હિમેશ રેશમીયાએ તેમની સાથે સોન્ગ રેકોર્ડ કર્યું. સોન્ગને અપલોડ કરતાં જ તે ખાસ્સું પોપ્યુલર થયું.
હવે રાનુ મંડલ અને હિમેશ રેશમીયાનું ગીત તેરી મેરી કહાવીનુ ટીજર રિલીઝ થયું છે. ગીતનું ટીજર રિલીઝ થતાં જ યુ-ટ્યૂબ પર છવાઈ ગયું છે અને ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકોને ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આવતીકાલે આખું ગીત અપલોડ કરવામાં આવશે તેવું ટીજરમાં જાહેરાત કરવામાં આવી છે.
જૂઓ ટીજર…