વીડિયો: આ માણસે એવું કામ કર્યું કે ટ્રાફીક પોલીસ તેને પકડતાં લાખ વાર વિચાર કરશે

ટ્રાફીકના નવા નિયમોનું ગુજરાતમાં 16મી સપ્ટેમ્બરથી અમલીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકોમાં નિયમોને લઈ ભારે અજંપો અને ડર પેસી ગયા છે. આવી સ્થિતિમાં રાજકોટના માણસે પોતાના હેલ્મેટ પર જ ગાડી ચલાવવાના તમામ પુરાવા ચોંટાડી દીધા છે.

હેલ્મેટના આગળના ભાગે આરસી બૂક ચોંટાડી છે તો પાછળના ભાગે પીયુસી ચોંટાડી દીધા છે.આ ઉપરાંત લાયસન્સ અને વીમા અંગેનું કાર્ડ પણ હેલ્મેટ પર ચોંટાડી દીધું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ કરવામાં આવ્યો છે. વીડિયો જોતાં સાંભળવા મળે છે કે હવે કોઈ પોલીસવાળો તમને પકડી શકશે નહીં.

જૂઓ વીડિયો…