પાકિસ્તાનને UNએ ફરી આપ્યો ઝટકો, ફગાવી કાશ્મીર પર મધ્યસ્થીની માંગ

પાકિસ્તાન તરફથી સતત જમ્મૂ-કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવામાં આવી રહ્યો છે અને દરેક વખતે તેને નિરાશા મળી રહી છે. હવે સંયુક્ત રાષ્ટ્ર(UN)નાં મહાસચિવ એન્ટોનિયો ગુટરેઝ દ્વારા પણ પાકિસ્તાને નિરાશા જ સાંપડી છે. ગુટરેઝે કહ્યું કે જમ્મૂ-કાશ્મીક ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો મામલો છે અને બન્ને દેશો વાતચીત કરી ઉકેલ લાવે. UNના સંયુક્ત સચિવે મધ્યસ્થી કરવાનો ઈન્કાર કર્યો અને જવાબ આપતા કહ્યું કે જો ભારત કહેશે તો વિચાર કરાશે.

પાકિસ્તાનના પ્રતિનિધિ મલીહા લોધી તરફથી એન્ટોનિયો ગુટરેઝ સમક્ષ આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો. હવે અન્ટોનિયો ગુટરેઝના પ્રવક્તા સ્ટેફીન દુઝારેક તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાન એમ બન્નેએ કોઈ પણ આક્રમક વલણ અખ્તયાર કરવામાંથી બચવું જોઈએ. બન્ને દેશોએ મંત્રણા કરી મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ.