હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ખટ્ટર હાથમાં કૂહાડી લઈને ઉભા છે અને ખટ્ટર લોકોને કહી રહ્યા છે કે આ કૂહાડી દુશ્મનોનો નાશ કરવા માટે છે. આ દરમિયાનમાં ભાજપના અન્ય એક નેતા ખટ્ટરને પારંપારિક ટોપી પહેરાવવાની કોશીશ કરી રહ્યા છે પણ સીએમ ખટ્ટરને આ પસંદ આવતું નથી. ભાજપના નેતા ખટ્ટરને ટોપી પહેરાવી તો તરતજ ખટ્ટરે ડોક કાપી લેવાની ધમકી આવી દીધી.
વાયરલ વીડિયોમાં સીએમ ખટ્ટર કહી રહ્યા છે કે આ શું કરી રહ્યા છો? ગરદન કાપી નાંખીશ તારી. ખસો એક બાજુએ. ભાજપના નેતા સીએમની માફી માંગે છે. વીડિયોને કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ શેર કર્યો છે.
કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ કટાક્ષ કરતા કહ્યું કે ગુસ્સો અને અંહકાર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. ખટ્ટર સાહેબને ગુસ્સો કેમ આવે છે. કૂહાડી લઈ પોતાના જ નેતાને કહી રહ્યા છે કે ગળું કાપી નાંખીશ તો તેઓ જનતા સાથે શું કરશે.
સાંભળો વીડિયો…
ग़ुस्सा और अहंकार सेहत के लिए हानिकारक हैं!
खट्टर साहेब को ग़ुस्सा क्यों आता है?
फरसा लेकर अपने ही नेता को कहते हैं –
"गर्दन काट दूंगा तेरी" ⬇️फिर जनता के साथ क्या करेंगे? pic.twitter.com/hCQJAlG7Sx
— Randeep Singh Surjewala (@rssurjewala) September 11, 2019
આ કંઈ પહેલી વખત બન્યું નથી કે સીએમ ખટ્ટરને આવી રીતે ગુસ્સો આવ્યો હોય. આ પહેલાં કરનાલમાં એક કાર્યક્રમમાં જનતા પર તેઓ ફૂલોનો વરસાદ કરી રહ્યા હતા ત્યારે તેમની પાસે ઉભેલા યુવકે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો તો યુવકે સેલ્ફી માટે ફોન લીધો તો ખટ્ટરે તેને ધક્કો મારી દીધો હતો અને તેના પર વરસી પડ્યા હતા.
ફેબ્રુઆરીમાં એક બુઝુર્ગ દંપતિ પર પણ તેઓ વરસી પડ્યા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. દંપતિ 19 લાખ રૂપિયાની છેતરપિંડીના મામલામાં ફરીયાદ કરવા માટે મુખ્યમંત્રી ખટ્ટર પાસે પહોંચ્યા હતા.