મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક નિયમોની જોગવાઈ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે નવા મોટર-વ્હિકલ એક્ટની 50 કલમોમાં સુધારો કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે, રાજ્યમાં નવા નિયમોનો અમલ 16 સપ્ટેમ્બરથી થશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારે નવા કાયદામાં સુધારો વધારો કરવા માટે અને માંડવાળની રકમમાં ઘટાડો કરવાની સત્તા રાજ્ય સરકારોને આપી હતી. અમે રાજ્યની હાઇપાવર કમિટીએ નક્કી કર્યુ છે કે સામાન્ય માણસની જીંદગીને વેર વિખેર કરતા ગુનાઓમાં સરકાર છૂટછાટ આપવા માંગતી નથી. સરકારે ટુ વ્હિલર ચાલકો અને કૃષિલક્ષી વાહનોને લગતા ગુનામાં છૂટછાટ આપી છે.
નવા નિયમ
- લાયસન્સ, વીમો, PUC, R.C. બુક ન હોય તો પ્રથમ વખત રૂ.500 દંડ
- લાયસન્સ, વીમો, PUC, R.C. બુક ન હોય તો બીજી વખત રૂ.1000 દંડ
- અડચણરૂપ પાર્કિંગ પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.1000 દંડ
- કાચ પર ડાર્ક ફિલ્મમાં પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.1000
- ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.1000
- હેલ્મેટ ન પહેર્યું હોય તો રૂ.500 દંડ
- સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો રૂ. 500નો દંડ
- બાઈક પર 3 સવારી રૂ.100 દંડ
- રજિસ્ટ્રેશન વગરના વાહનને ફોર વ્હીલરને 3000, અન્યને રૂ.4000 દંડ
- ટુ વ્હીલરમાં પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત નહીં
- ડિજિટલ ડાયરીમાં ડોક્યુમેન્ટ પુરાવા તરીકે માન્ય રહેશે
- ભયાનક રીતે વાહન ચલાવવું થ્રી વ્હીલર રૂ.1500, LMV રૂ.3000 દંડ
- ઓવરસ્પીડમાં ટુ, થ્રી વ્હીલર અને ટ્રેક્ટરને રૂ.1500 દંડ
- ઓવરસ્પીડમાં લાઈટ મોટર વ્હીકલને રૂ. 2000, અન્યને રૂ.4000નો દંડ
- લાયસન્સ વગર ટુ અને થ્રી વ્હીલરને રૂ.2000, ફોર વ્હીલરને રૂ.3000 દંડ
- રજિસ્ટ્રેશન વગરના વાહનને ટુ વ્હીલરમાં રૂ.1000, થ્રી વ્હીલર 2000