આગામી ચાર દિવસમાં આ શહેરોમાં થશે જોરદાર વરસાદ, નર્મદા ડેમ 136.10 ફૂટની સપાટી

આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લો, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, કચ્છ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં મોસમમાં સરેરાશ 108 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.આજ સવારથી સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. અમરેલીનાં ખાંભામાં બે કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાનાં ઉમરગામમાં 24 કલાકમાં બે ઇંચથી વધુ નોંધાયો છે.રાજ્યના કાંઠા વિસ્તારના ગીર સોમનાથ જિલ્લામાં પણ 24 કલાકથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે.

ભારે વરસાદના કારણે જિલ્લાનાં તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ભાદરવો ભરપૂર થવાના લીધે જિલ્લાના બે મોટા ડેમ અને એક ચેકડેમ ઓવરફ્લો થયો છે. વરસાદના પગલે ગીરના જંગલમાં આવેલો શિંગવડા ડેમ અને હિરણ-2ઓવરફ્લો થયો છે.આટલા વર્ષે સારા વરસાદને કારણે નર્મદા ડેમે ઐતિહાસિક 136.10 મીટરની સપાટી પાર કરી છે. ગુજરાત માટે એક સારા સમાચાર કહેવાય ત્યારે ઉપરવાસ માંથી નર્મદા ડેમમાં 4,40,289 ક્યૂસેક પાણીના ઇનફલો સામે 3,20,819 ક્યૂસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.