જ્યારે તમે આઈકોનિક કારની વિવિધ બ્રાન્ડ વિશે વિચાર કરો છો ત્યારે મર્સિડીઝ બેન્ઝનું નામ જ સૌ કોઇના મનમાં ઉભરી આવે છે. ગુજરાતમાં ગ્રુપ લેન્ડમાર્ક હેઠળ મર્સિડીઝ-બેન્ઝના અગ્રણી ડિલર્સ પૈકી એક બેંચમાર્ક કાર્સ હંમેશા શ્રેષ્ઠ કામગીરી માટે સતત પ્રયત્નશીલ છે. પોતાના પ્રતિષ્ઠિત ગ્રાહકો સાથે સારા સંબંધો જાળવી રાખવા અને તેમણે મર્સિડીઝ-બેન્ઝના માલિકી તરીકે શ્રેષ્ઠ અનુભવ આપવા મજબૂત વિશ્વાસ ધરાવે છે.
પોતાની પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠાને લીધે ગ્રુપ લેન્ડમાર્ક તેની સામાજીક અને પર્યાવરણલક્ષી જવાબદારીને પણ એટલી ગંભીરતાથી લે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીના માંગલિક પ્રસંગ નિમિત્તે અમદાવાદ સ્થિત બેન્ચમાર્ક કાર્સે તેની અસાધારણ સર્જનાત્મકતાને દર્શાવતા મર્સિડીઝ-બેન્ઝના વિવિધ ભંગાર (સ્ક્રેપ)ના ભાગોમાંથી ગણપતિની એક સુંદર મૂર્તિ બનાવી છે. કારના લગભગ તમામ પૂર્જાનો ઉપયોગ કરી એક સપ્તાહ જેટલા ઓછા સમયમાં જ આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. હકીકતમાં અસલ કારની ડિઝાઇન સાથે તમામ ભાગોનું સુંદર રીતે સુમેળ સાધવામાં આવેલ છે, જ્યાં હેડલાઇટ એ મૂર્તિની આંખો છે, બાજુના અરિસા મૂર્તિના કાન છે અને 10 ફૂટ ઉંચાઇ ધરાવતી આ મૂર્તિનો ચેચિસ પર વજન કાર જેટલો છે. ખરા અર્થમાં આ મૂર્તિ કલાનો એક ઉત્તમ નમૂનો છે.
બેન્ચમાર્ક કાર્સના સ્ટાફના સભ્યો તેમના ખાસ અને ઇકોફ્રેન્ડલી ગણેશ વિશે ઘણા ખુશ અને આનંદિત છે. ગણપતિ તહેવારની શરૂઆત થવા પ્રસંગે ખૂબ જ ઉત્સાહ સાથે તેમને લાવ્યા હતા. ગણપતિની આ મૂર્તિ આંબલી-બોપલ રોડ સ્થિત બેન્ચમાર્ક કાર્સ મર્સિડીઝ-બેન્ઝ સર્વિસ સ્ટેશન ખાતે સમગ્ર તહેવાર દરમિયાન પ્રદર્શનમાં રહેશે અને જાહેરજનતા માટે જેવો ખુલ્લી મુકવામાં આવેલ છે.