જમ્મૂૃ-કાશ્મીર અને હિમાચલમાં અડધા ક્લાકમાં ભૂકંપના બે આંચકા

જમ્મૂ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના બોર્ડર વિસ્તારોમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 5.0 રિચર સ્કેલ પર નોંધાઈ હતી. 12.10 મીનીટે આ આંચકા અનુભવાયા હતા. આંચકાના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલના નુકશાનની વિગતો મળી રહી નથી. અડધા ક્લાકમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં જરૂરથી ગભરાટ વ્યાપી ગયો હતો.

ભૂકંપના આ આંચકાના કારણે જાન-માલના નુકશાનની કોઈ ખબર મળી રહી નથી. રવિવારે આ વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને સોમવારે પણ આંચકા નોંધાયા હતા. લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. લોકો ઘરમાંથી બહાર નીકળીને ખૂલ્લી જગ્યામાં દોડી આવ્યા હતા.

રવિવારે પણ ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.4ની નોંધાઈ હતી 5.30 વાગ્યે પહેલો આંચકો આવ્યો હતો અને ત્યાર બાદ 4.9ની તીવ્રતાવાળો બીજો આંચકો 8.04 મીનીટે આવ્યો હતો. ભૂકંપના બન્ને આંચકાનું કેન્દ્ર જમ્મૂની પાસે આવેલો ચંબા વિસ્તારમાં હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.