નર્મદા ડેમ ભરાતા મધ્યપ્રદેશના 60થી વધુ ગામો થયા પાણી પાણી, કમલનાથ-વિજય રૂપાણી ફરી આમને સામને

નર્મદા ડેમ(સરદાર સરોવરસડેમ)ની સપાટીને લઈ મધ્ય પ્રદેશ સરકાર અને ગુજરાત સરકારની વચ્ચે ફરી એક વાર ઘર્ષણના સંકેત મળી રહ્યા છે. મધ્ય પ્રદેશ સરકાર આકરો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. સરદાર સરોવરમાં ક્ષમતા કરતા વધુ પાણી ભરવાને કારણે મધ્ય પ્રદેશના અંદાજે 60થી વધુ ગામ સમગ્ર રીતે જળબંબાકાર બન્યા છે. નર્મદા ડેમથી ગુજરાતે 30 દિવસમાં 136 મીટર ઊંચાઈ સુધી પાણી ભરી લેવાથી મધ્ય પ્રદેશના અંદાજે 26 હજાર પરિવાર પાણીમાં ડૂબી જવાના સંકટનો સામનો કરી રહ્યાં છે.

મધ્ય પ્રદેશ સરકારે પહેલા એસીએસ અને એનવીડીએના વાઈસ ચેરમેન એમ.ગોપાલ રેડ્ડીને એનસીએ ચેરમેન તથા કેન્દ્રીય જળ સંશાધન સચિવ યુપી સિંહને પત્ર લખ્યો. બાદમાં સીએમ કમલનાથે ગુજરાત સરકારને પત્ર લખ્યો, પણ પરિણામ શૂન્ય રહ્યું.અનેકવાર કરાયેલ આદેવન નિવેદન પર ગુજરાત સરકારે મચક ન આપી. બંને ગુજરાત દ્વારા તોડાયેલ વાયદા પર ખેદ વ્યક્ત કર્યો છે. તેમાં એનસીએ દ્વારા દસમી મે-2019ના દિવસે ડેમ ભરવાના શિડ્યુલનો ઉલ્લેખ છે. ગુજરાતે તેનુ પાલન કર્યું નથી. આ પહેલા ગુજરાતની મનમાનીને કારણે બડવાનીના નાના બડદામાં, જ્યાં નર્મદા બચાઓ આંદોલનના મેઘા પાટકર ઉપવાસ પર બેસ્યા હતા, ત્યાં સુધી બેકવોટર પહોંચી ગયું છે. આજે ફરી મેઘા પાટકર સીએમ કમલનાથ સાથે મુલાકાત કરશે.

ઉલ્લેખનીય છે કે, ડેમમાં 30મી સપ્ટેમ્બર સુધી 135 મીટર પાણી ભરવાનું હતું. પરંતુ ગુજરાત સરકારે શિડ્યુલની દરકાર કર્યા વગર ડેમમાં ત્રીજી સપ્ટેમ્બરે 135.12 મીટરથી વધુ પાણી ભરી દીધું. આ પર મધ્ય પ્રદેશ નર્મદા ઘાટી વિકાસ મંત્રી સુરેન્દ્ર સિંહ હની બઘેલનું કહેવું છે કે, ગુજરાતના પાણી ભરવા પાછળ એનસીએની તમામ કમિટીએ એકતરફી નિર્ણય છે. આ તમામ કમિટીએ મધ્ય પ્રદેશને વિશ્વાસમાં લીધા વગર જ ડેમ 31મી ઓગસ્ટ સુધી 134.18 મીટર અને 30મી સપ્ટેમ્બર સુધી 137.72 મીટર ભરવાનુ લખી દીધું હતું.

મધ્ય પ્રદેશ સરકારે તેના પર ખેદ વ્યક્ત કર્યો કે, કોઈ સબ કમિટી કેવી રીતે નિર્ણય લઈ શકે છે.મધ્ય પ્રદેશ સરકાર આ મામલાને લઈને આરપારના મૂડમાં છે. નર્મદા ઘાટી વિકાસ મંત્રી સુરેન્દ્ર સિંહ હની બઘેલ આ સમગ્ર મામલાને લઈને એક તરફ, જ્યારે કે પૂર્વની ભાજપ સરકાર પર પુર્નવાસની ખોટી માહિતી આપવાનું ઠીકરું ફોડી રહ્યાં છે.

તો બીજી તરફ ગુજરાત સરકારના વલણ પર કડક નિર્ણય લેવાની તૈયારીની વાત કરી રહ્યાં છે. પછી ભલેને પાણી કેમ રોકવુ ન પડે. તો ખુદ મુખ્યમંત્રી કમલનાથ ગુજરાત સીએમ વિજય રૂપાણી સાથે આ મામલે વાતચીત કરી રહ્યાં છે.