આપણે વિચારતા હોઈએ છીએકે આકાશમાં છોડાતા સેટેલાઈટ અન્ય અંતરિક્ષ ગ્રહોનું શું થાય છે. અવકાશમાં હજારો નહીં પણ લાખો ટન અવકાશી ભંગાર જમા થઈ ગયો છે. અવકાશ એટલે કે અંતરિક્ષમાં એટલો બધો ભંગાર જમા થઈ ગયો છે કે હવે તેને દુર કરવામાં નહીં આવે તો મોટી આફત સર્જાઈ શકે છે. અવકાશી ભંગારમાં સેટેલાઈટ, જૂના ઉપગ્રહો અને રોકેટ તથા અથડામણના કારણે વેરવિખેર થયેલા અવકાશી ટૂકડાઓનો સમાવેશ થાય છે.
ડિસેમ્બર, 2016 સુધીમાં, પાંચ ઉપગ્રહ ટકરાવાથી અવકાશી ભંગાર પેદા થયો હતો. આ એક મોટી ઘટના હતી. સ્ટડી પરથી જણાઈ આવ્યું છે કે જાન્યુઆરી-2019 સુધીમાં અવકાશમાં સૌર મંડળમાંથી છૂટી પડતી ઉલ્કાપિંડને લઈ એક સેમી(0.39 ઈંચ)નો ભંગાર જમા થયો છે અને એકથી દસ સેન્ટીમીટરના લગભગ 900,000 ટુકડાઓ અવકાશમાં ફરી રહ્યા છે. કુલ મળીને 128 મીલીયન નાના-મોટા ટૂકડાઓનો ભંગાર અંતરિક્ષમાં તરી રહ્યો છે.
અંતરિક્ષમાં જે ભંગાર જમા થયો છે તેમાં પૃથ્વી પરથી મોકલાયેલી સેટેલાઈટ અને અન્ય રોકેટનો પણ સમાવેશ થાય છે. 600 વર્ષ પૂર્વે કેટલાક પદાર્થો પૃથ્વીમાં પ્રવેશ કરતાં પહેલા વિખેરાઈ ગયા હતા અને આ પદાર્થો આજદિન સુધી ભ્રમણ કરી રહ્યા છે.
અવકાશી ભંગાર બે પ્રકારની આવે છે. કુદરતી અને કૃત્રિમ એમ બે પ્રકારના ભંગાર છે. હાલમાં લગભગ 750 જીવંત ઉપગ્રહો અને 12,000 થી વધુ ભંગાર સહિત ખલાસ થઈ ગયેલા ઉપગ્રહો અથવા મૃત ઉપગ્રહોના ટુકડાઓ છે.
કેટલીક વખત અવકાશમાં અથડામણ થાય છે અને તેમાંથી કેસલર સિન્ડ્રોમ નામની રચના થાય છે જ્યાં તે કાસ્કેડિંગ ઇફેક્ટ બની જાય છે. એક સેમીથી વધુની કોઈપણ વસ્તુ ઉપગ્રહોને નુકસાન અથવા નાશ કરી શકે છે. અમેરિકા દ્વારા અવકાશી ભંગારને ટ્રેક કરવાની વર્ષોથી કોશીશ કરવામાં આવી રહી છે પણ હજુ સુધી સફળતા મળી નથી. હાઈ એલ્ટીટ્યૂડ હોવાથી સામાન્ય રીતે આ ભંગાર અર્થ ઓર્બિટમાં જ રહે છે અને 370 માઈલ( 600 કિમી)ની ગતિએ કેટલાક વર્ષોમાં પૃથ્વી તરફ ફંગાળોય છે.
કેટલાક મિશન ડાઈડ સેટેલાટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેનો હેતુ આવા ભંગારને રોબોટિક હથિયારોથી પકડવાનો, હાર્પોન્સ(કાંટાળો મિસાઇલ જે ભાલા જેવા લાંબી દોરડાથી જોડાયેલું હોય અને હાથથી ફેંકી દેવામાં આવે અથવા બંદૂકથી ચલાવવામાં આવે, જે વ્હેલ અને અન્ય મોટા સમુદ્ર જીવોને પકડવા માટે વપરાય છે) અથવા તો સેટેલાઈટની મૂવમેન્ટને રોકી શકે તેવા ટેથર્સથી ઉપગ્રહોને ધીમે પાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે
અવકાશમાં સૌથી વધ સેટેલાઈટનો ભંગાર એનવિસેટનો છે. એનવિસેટ 30 ફૂટ લાંબુ અને 16 ફૂટ પહોળું છે. જ્યારે આ સેટેલાઈટ ખલાસ થયો ત્યાર તેનું વજન 17,600 પાઉન્ડ એટલે કે આઠ મેટ્રીક ટન હતું.
અવકાશી ભંગાર કોઈ પણ સેટેલાઈટ મિશન માટે ખતરો બની શકે છે. નાનો અમથો ટૂકડો પણ સેટેલાઈટ કે અન્ય અંતરિક્ષ મશીનરીને સેકન્ડમાં ખલાસ કરવા માટે પુરતો બની શકે છે.