ધર્મની આડ લઈ બોલિવૂડને અલવિદા કહેનારી ઝાયરા વસીમ પ્રિયંકા સાથેના બોલ્ડ ફોટોમાં શું કરી રહી છે?

પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની ઈન્તેજાર કરાવી રહેલી ફિલ્મ સ્કાય ઈઝ પિંક ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. પોતાની ફિલ્મને લઈ દુનિયા સમક્ષ રજૂ કરવા માટે બન્ને સ્ટાર ઉત્સુક છે. સોનાલી બોઝના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મને ટોરંટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં 13મી સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવનાર છે.

આ ફિલ્મના લીડ રોલ કરી રહેલા ફરહાન અખ્તરે કહ્યું કે ફિલ્મનો પ્રોમો ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. દરમિયનમાં પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયાના અકાઉન્ટ પરથી અપકમીગ ફિલ્મની ટીમ સાથેનો ફોટો શેર કર્યો છે. કો-સ્ટાર સાથેનો ફોટો શેર કરી પ્રિયંકાએ લખ્યું કે ટોરંટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિલવમાં ભાગ લેવા માટે ખાસ્સી ઉત્સુક છું.

રસપ્રદ વાત એ છે કે પ્રિયંકાના ફોટોમાં ઝાયરા વસીમ પણ બોલ્ડ ડ્રેસ કોડમાં દેખાઈ રહી છે. પ્રિયંકાએ ઝાયરા વસીમને પણ ફોટો ટેગ કર્યો છે. ઝાયરાને ફોટોમાં જોઈને લોકો હેરાન છે. કારણ કે થોડાં સમય પહેલાં જ ઝાયરાએ બોલિવૂડને અલવિદા કહી હતી અને કહ્યું હતું મારો ધર્મ મને આવા પ્રકારે જીવવાની પરવાનગી આપતો નથી. બોલિવૂડમાં પરત ફરવાનો પણ તેણે ઈન્કાર કર્યો હતો.

પણ પ્રિયંકા ચોપરા સાથે ઝાયરાનો ફોટો જોઈને લોકોએ તેને યાદ દેવડાવ્યું કે તેણે બોલિવૂડ છોડી દીધું છે. એક યૂઝર્સે લખ્યું કે આ તે જ યુવતી છે જેણે ધર્મના નામે એક્ટીંગ છોડી દીધી હતી તો એ અહીંયા શું કરી રહી છે. ઝાયરાએ ધર્મની આડમાં આ બધું લાઈમ લાઈટમાં રહેવા માટે કર્યું હતું.

ઝાયરા વસીમે ધર્મની આડમાં કહેલી વાતો હવે દોદળી સાબિત થઈ રહી છે. ધર્મને બદનામ કરવામાં આવી રહ્યું હોવાનું પણ એક યૂઝર્સે લખ્યું છે.