ગોધરાકાંડ અને કોમી રમખાણના પોસ્ટર બોય બન્યા મિત્રો, ખોલી ચંપલની દુકાન, કેવી રીતે થયું આ પરિવર્તન, જાણો

2002માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણ વખતે માથા પર કેસરી કપડું બાંધીને અને હાથમાં લાકડી લઈને અશોક પરમાર અને લાચાર સ્થિતિમાં કુતુબુદ્દીન અન્સારી ગુજરાત રમખાણોનો ચહેરો બની ગયા હતા. પણ રમખાણો બાદ આ બંને ચહેરા ગુજરાતની કોમી એકતાના ચહેરા બની ગયા છે. શુક્રવારે અશોક પરમારના ફૂટવેર શોપ ‘એકતા ચંપલ’નું અન્સારીએ ઉદ્ઘાટન કર્યુ હતું. 2014માં તેમની મિત્રતા ત્યારે શરૂ થઈ હતી જ્યારે પ્રથમ વખત બંને સાંપ્રદાયિક સુમેળના કાર્યક્રમના મંચ પર સાથે આવ્યા હતા.

આજથી 17 વર્ષ પહેલાં 45 વર્ષીય અશોક પરમારનો ચેહરો 2002ના ગુજરાત રમખાણોનું પ્રતીક બની ગયો હતો. તે સમયે માથા પર કેસરી કપડું બાંધીને અને હાથમાં લાકડી લઈને અશોક પરમારની તોફાનોની ભયાનકતા દર્શાવવા અશોક પરમારની આંખો પૂરતી હતી. તે જ સમયે, કુતુબુદ્દીન અન્સારીની રડતી આંખો અને હાથ જોડીને જોઈને બધા કંપી ઉઠ્યા હતા. પણ ગુજરાત રમખાણોની આ બે તસવીરો આજે ગુજરાતની કોમી એકતાની મિશાલ દર્શાવી રહી છે. આ બંને વ્યક્તિઓ હવે રમખાણોને ભૂલીને કોમી એકતાનો સંદેશો આપી રહ્યા છે. શુક્રવારે દિલ્હી દરવાજાના વિસ્તારમાં અશોક પરમારની નવી દુકાન પર આ બંને ચેહરા હસતા જોવા મળ્યા હતા. અશોક પરમાર મોચી છે. જ્યારે તે 10મા ધોરણમાં હતા, ત્યારે તેમને પોતાના માતા-પિતાને ગુમાવ્યા હતા. ત્યારબાદ તેમને પિતાના વ્યવસાયને જાળવી રાખવા માટે સ્કુલ છોડવી પડી હતી. તે અવિવાહિત છે.

2014ની ચૂંટણી પહેલા કેરળના કલીમ સિદ્દીકીએ તેમને તેમના રાજ્યમાં સીપીએમ પાર્ટીના પ્રચાર માટે લઈ ગયા, ત્યારે અશોક પરમારનું જીવન બદલાઈ ગયું. સીપીએમના નેતા પી.જયરાજને તેમની આર્થિક મદદ કરવાની શરૂ અને તેમને નોકરી આપવાની ઓફર પણ કરી, જેનો અશોક પરમારે અસ્વીકાર કરી દીધો.

અશોક પરમારે કહ્યું કે મે નક્કી કર્યુ કે કેરળ ના જવુ જોઈએ કારણ કે ભાષા એક મોટી સમસ્યા હતી. અશોક પરમારે અન્સારીના સંઘર્ષો વિશે પણ જાણ હતી. જ્યારે તે બંગાળમાં સીપીએમ નેતા મોહમ્મદ સલીમના સહયોગથી પરિવારની સાથે ઘણા દિવસ કોલકત્તા રહેવા ગયા હતા પણ તેમને સારૂ ના લાગ્યુ અને ઘણા વર્ષો પછી પરિવારની સાથે તેમને અમદાવાદ પરત ફરવાનો વિકલ્પ પસંદ કર્યો, હાલમાં અન્સારી એક સિલાઈ કામ કરે છે.અશોક પરમાર અને અન્સારી વર્ષોથી એક-બીજાના સંપર્કમાં છે. શુક્રવારે જ્યારે બંને મિત્રો ફરી મળ્યા તો ઘણી જુની વાતો યાદ કરી હતી. ત્યારે અન્સારીએ કહ્યું કે હું ખુબ ખુશ છુ કે અશોકભાઈના જીવનમાં એક નવી શરૂઆત થઈ છે. બંને લોકો ૨૦૦૨ના રમખાણોથી કોઈ પણ પ્રકારે જોડાયેલા નહતા. બંનેનું માનવું છે કે ૨૦૦૨ની ભયાનકતા ભૂલી જવુ વધુ સારું છે. પરમાર કહે છે કે આગળ વધવાનો એકમાત્ર વિકલ્પ ‘એકતા’ છે.