નવી જાહેરાત: તમારી પાસે લેમિનેશન કરેલા આધાર કાર્ડ કે સ્માર્ટ કાર્ડ છે તો એ બેકાર છે

જે લોકો પોતાના આધાર કાર્ડને લેમિનેશન કરાવીને કે પછી તેને પ્લાસ્ટિક કાર્ડ તરીકે ઉપયોગમાં લે છે તેમણે સાવધાન થવાની જરૂર છે. આધાર આપનાર ઓથોરિટી યૂઆઈડીએઆઈએ ચેતવણી જાહેર કરી અને લેમિનેટ કરેલા અને પ્લાસ્ટિકના સ્માર્ટ કાર્ડને અમાન્ય ગણાવ્યા છે. ઓથોરિટીનું કહેવું છે કે પ્લાસ્ટિક આધાર અથવા આધાર સ્માર્ટ કાર્ડ વેલિટ નથી. તેમનું કહેવું છે કે તમારી પાસે પ્લાસ્ટિકના આધાર કાર્ડ છે તો તે હવે બેકાર છે.

સંસ્થાએ પોતાના દરેક ઉપભોક્તા માટે આ એલર્ટ જાહેર કર્યો છે. જેમણે પણ કાર્ડને લેમિનેટ કરાવ્યું છે તેમના કાર્ડ કામ કરતાં બંધ થઈ જશે. પ્લાસ્ટિક આધારની અનઓથોરાઈઝ્‌ડ પ્રિંન્ટિગના કારણે ક્યૂઆર કોડ ડિસ્ફંકશનલ થઈ જાય છે. સાથે જ તેમાં ખાનગી જાણકારી લીક થવાનું પણ જોખમ રહેલું છે. આવા કાર્ડથી કોઈ પણ વ્યક્તિની અંગત જાણકારી તેની અનુમતિ વિના શેર કરી શકાય છે.

યૂઆઈડીએઆઈનું કહેવું છે કે પ્લાસ્ટિક કે પીવીસી શીટ પર આધારની પ્રિન્ટિંગ માટે 50 રૂપિયાથી 300રૂપિયા સુધી વસુલવામાં આવે છે. જે વિનાકારણનો ખર્ચ છે. લોકોએ આ પ્રકારની દુકાનોથી દૂર રહેવું જોઈએ. તેમનું કહેવું છે કે પ્લાસ્ટિક કે પીવીસી આધાર સ્માર્ટ કાર્ડના ક્યૂઆર કોડનો ઉપયોગ કરી શકાતો નથી.