કર્ણાટક કોંગ્રેસના નેતા રામનાથ રાયએ પીએમ મોદી પર વિવાદિત ટીપ્પણી કરી છે. કોંગ્રેસ નેતાએ પીએમ મોદીની સરખામણી પાકિસ્તાનનાં પીએમ ઈમરાન ખાન કરીને કહ્યું કે પીએમ મોદી અને ઈમરાન ખાન એક જ માતાના દિકરા છે અને બન્ને ચૂંટણી જીતવા માટે એક બીજા વિરુદ્વ બયાનબાજી કરી રહ્યા છે. બન્ને એક જ પ્રકારના નેતા છે.
રામનાથે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મોદી અને ઈમરાન ખાન એક જ માતાના દિકરા છે. રામનાથના નિવેદનને લઈ ભાજપના નેતાઓએ આની આકરી ટીકા કરી છે અને કહ્યું કોંગ્રેસનું આ કલ્ચર છે.
કર્ણાટકના દક્ષિણ કન્નડમાં કોંગ્રેસ કાર્યાલય આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકાર અને યેદુરપ્પા સરકાર પર અનેક પ્રકારે રાજકીય હુમલા કર્યા હતા અને કહ્યું કે સરકારને કર્ણાટકની કોઈ ચિંતા જ નથી.
રામનાથ રાય કર્ણાટક કોંગ્રેસના મોટા ગજાના નેતા છે અને તેઓ 23 મે 2013થી લઈ 15 મે 2018 સુધી પૂર્વ સીએમ સિદ્વારમૈયા સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી રહી ચૂક્યા છે. રામનાથ રાયના બયાનને ભાજપના નેતા શોભા કરંદલાજે પ્રતિક્રિયા આપી કહ્યું કે કોંગ્રેસનું ચરિત્ર સામે આવી ગયું છે.