ઈસરોને ચંદ્ર પર વિક્રમ લેન્ડરની સ્થિતિની જાણકારી મળી ગઈ છે. ઓર્બિટરે થર્મલ ઈમેજ કેમેરાથી વિક્રમ લેન્ડરનો ફોટો લીધો છે. જોકે, હજુ સુધી વિક્રમ સાથે સંપર્ક સાધી શકાયો નથી. સમાચાર એવા પણ છે કે વિક્રમ લેન્ડર લેન્ડીંગની જગ્યાએથી 500 મીટર દુર પડ્યું છે. ચંદ્રયાન-2ના ઓર્બિટરમાં ફીટ કરાયેલા ઓપ્ટીકલ હાઈ રિઝોલ્યૂશન કેમેરાએ વિક્રમના ફોટો પાડ્યા છે. આગામી 14 દિવસમાં વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવાના પ્રયાસોમાં ઈસરોના વૈજ્ઞાનિકો લાગી ગયા છે.
હવે ઈસરોના વૈજ્ઞાનિકો ઓર્બિટર મારફત વિક્રમ લેન્ડરને સંદેશો મોકલવાની કોશીશ કરી રહ્યા છે, જેના કારણે કોમ્યુનિકેશન ફરીથી સ્થાપિત કરી શકાય. ઈસરોના વિશ્વસ્ત સૂત્રોએ કહ્યું કે બેંગ્લુરુ સ્થિત ઈસરો સેન્ટરમાંથી સતતને સતત વિક્રમ લેન્ડર અને ઓર્બિટરને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. કોઈક રીતે કોમ્યનિકેશન ફરીથી કરી શકાય.
ઈસરોના ચેરમેન કે.સિવને જણાવ્યું છે કે અમને વિક્રમ લેન્ડર અંગે જાણકારી મળી છે અને તે ચંદ્રની સપાટી પર જોવા મળ્યપં છે. ઓર્બિટરે લેન્ડરનો થર્મલ ફોટો લીધો છે, જોકે હજુ સુધી સંપર્ક સાધી શકાયો નથી. અમે સંપર્ક કરવના પ્રયાસો કરી રહ્યા છે.
ભવિષ્યમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર કેટલું કામ કરશે તે ડેટા એનાલીસીસ બાદ જ ખબર પડશે. ઈસરોના વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે કે વિક્રમ લેન્ડર ચંદ્રથી 2.1 કિમી સુધી પહોંચી દિશા કેમ બદલી. આનું એક કારણ એ પણ હોઈ શકે છે કે વિક્રમ લેન્ડરની સાઈડમાં લાગેલા 4 સ્ટીયરીંગ એન્જિનમાંથી એક એન્જિને કામ કરવાનું બંધ કરી દીધું, જેના કારણે વિક્રમ લેન્ડર નિર્ધારિત રૂટથી ભટકી ગયું.
આ ઉપરાંત ઓર્બિટર ચંદ્રની ચારે તરફ ચક્કર કાપી રહ્યું છે. ઓર્બિટરમાં લાગેલા હાઈ રિઝોલ્યૂશન કેમેરાથી વિક્રમ લેન્ડરની તસવીર લેવામાં આવશે. આ કેમેરા થકી ચંદ્રની સપાટી પર 0.3 મીટર એટલે કે 1.08 ફૂટ સુધીની ઉંચાઈથી કોઈ પણ વસ્તુનો સ્પષ્ટ ફોટો લઈ શકાય છે.