અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ ફરતે ફીટ થઈ રહેલો ગાળીયો? સોમવારે હાજર રહેવા પાંચમી વાર સમન્સ

ગુજરાત સ્થિત સ્ટર્લિગ બાયોટેક( સાંડેસરા પ્રકરણ) દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના બેંક કૌભાંડ અને નાણાંની લેતીદેતીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની થયેલી પુછપરછ બાદ ઇડી દ્વારા સોમવારે હાજર રહેવા પાંચમી વખત સમન્સ જારી કર્યું છે.

વડોદરા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકો અને પ્રમોટર્સ, સંડેસરા ભાઇઓ પાંચમી વખત સમન્સ કર્યુ છે. ચેતન જયંતિલાલ સંડેસરા અને નીતીન જયંતિલાલ સંડેસરા સાથેના તેના સંબંધો વિશે ગઇકાલે ફૈઝલની આઠ કલાકથી પુછપરછ કરવામાં આવી હતી. ઇડીના અધિકારીએ કહ્યું કે એજન્સીએ સોમવારે સવારે 11 વાગ્યે તેની સમક્ષ હાજર થવાનું કહ્યું કે કારણ કે ઇડી તેમના નિવેદનોથી સંતુષ્ટ નથી. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ  (પીએમએલએ) હેઠળ ચાર વખત ફૈઝલની પુછપરછ કરી છે.

અગાઉ ફૈઝલને સાંડેસરા જુથના કર્મચારી સુનીલ યાદવના નિવેદનોનો સામનો કરવો પડયો હતો. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો. કે તેકોંગ્રેસ નેતાના પુત્ર તેના મિત્રોને એક ફાર્મ હાઉસમાં પાર્ટી માટે લઇ ગયો હતો અને તમામ ખર્ચ ચેતન સાંડેસરા દ્વારા ઉઠાવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે ઇડીને શંકા છે કે ફેઝલ અને તેના બનેવી ઇરફાન સિદ્દીકી સાંડેીસરા ભાઇઓની નજીક છે 30 જુલાઇએ ઇડીએ આ તપાસના સંબંધમાં અહેમદ પટેલના જમાઇ અને એડવોકેટ ઇરફાન સિદ્દીકીની પુછપરછ પણ કરી હતી.

ઇડી અધિકારીઓ અનુસાર યાદવે આરોપ મૂકયો કે સિદ્દીકો અને ફૈઝલને કથિત રીતે ચેતન સંડેસરા દ્વારા કોડ નામ આપવામાં આવ્યા છે. ચેતન અને ગગન સિદ્દીકીને ઇરફાન ભાઇ તરીકે ઓળખતા. ઇરફાનનું કોડ નામ આઇ-2 અને ફૈઝલનું આઇ-1 હતું તેમ યાદવે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ફૈઝલ તેના મિત્રોને પુષ્પંજલી ફાર્મસ પાર્ટીમાં લઇ ગયો છે. અને તમામ ખર્ચ ચેતન સંદેસરાએ ઉઠાવ્યો હતો.

સેન્ટરલ બ્યુરો એક ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા તેમની સામે 5700 કરોડની બેંક છેતરપીંડીનો કેસ દાખલ થયા બાદ ઇડીએ સાંડેસરા બંધુઓ અને અન્ય લોકો સામે મની લોન્ડરીંગનો કેસ નોઘ્યો હતો. ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે સાંડેસરા બંધુઓ અને અન્ય લોકોએ તેમની ફલેગશિપ કંપનીઓની બેલેન્સ શીટમાં આંકડાની હેરાફેરી કરીને બેન્કોને લોન મંજુર કરવા માટે પ્રેરિત કરીને બેંકોને છેતરવાની કાવતરું  ઘડવામાં આવ્યું હતું.