ઋત્વિક રોશને વિવાદ છંછેડ્યો: કહ્યું “કેટરીના કૈફ છે સૌથી હોટ મજૂર”

બોલિવૂડના અભિનેતા ઋત્વિક રોશન હોટ સ્ટાર કેટરીના કૈફ અંગે એવી વાત કરી કે સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થઈ ગયો. ઋત્વિકે કેટરીનાને હોટ મજૂર કહી છે. જોકે, ઋત્વિકના ઈરાદાને સારો ગણાવવમાં આવી રહ્યો છે. ઋત્વિકે કહ્યું કે હું કેટરીનાને હંમેશ આ વાત કરું છું અને તે આ વાતને અપામનની રીતે લે છે. ઋત્વિકના ઈન્ટર્યુને લઈ ટવિટર પર તે ખાસ્સો ટ્રોલ થયો છે.

તાજેતરમાં જ ઈન્ટરવ્યુમાં ઋત્વિક રોશને કહ્યું કે આ એવું છે કે જે અંગે હું કેટરીનાને હંમેશ બતાવતો રહું છું. આ વાતને તે અપામન તરીકે લે છે,પણ આનાથી મારો મતલબ એક પ્રકારની પ્રશંસા કરવાનો છે. હું કેટરીનાને મજૂર કહું છું, એક શ્રમિક, એક કર્મી. મેં જોયેલા અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ મજૂરમાંથી કેટરીના એક છે.

કેટરીનાના કામ કરવાની સ્ટાઈલ અંગે ઋત્વિકે કહ્યું કે હું કહું છું કે તે અંદરથી મજૂર છે. તે ખૂબસૂરત અને હોટ છે, પણ માત્ર તે બાહ્ય સજાવટ છે, અંદરથી તે મજૂર જ રહેલી છે.

ઋત્વિકે કેટરીનાની સાથે ઝીંદગી મીલેગી ન દોબારા(2011), બૈંગ-બેંગ(2014) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2012માં આવેલી ઋત્વિકની ફિલ્મ અગ્નિપથમાં કેટરીનાએ એક આઈટમ સોન્ગ કર્યું હતું અને તે સોન્ગ ચીકની ચમેલી ખાસ્સુ પોપ્યુલર થયું હતું.