ગુજરાતના બે ગામમાં આજે ડબલ રીતે આભ ફાટ્યું છે. આભ ફાટવાની બે ઘટના બનતા બન્ને ગામોમાં પાણીમાં ગરક જોવા મળ્યા હતા.
જામનગરના આરીખાણામાં એક ક્લાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે અને સૂત્રપાડામાં પાંચ ક્લાકમાં સાત ઈંચ વરસાદ પડ્યો છે. બન્ને ગામમાં વિપુલ પ્રમાણમાં વરસાદ થતાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે અને લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે.
ખેતીને નુકશાન થવાની ભીંતી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતમાં સરપ્લસ વરસાદ નોંધાયો છે અને આ પણ એક રેકોર્ડ છે.