મિશન મૂનને શનિવારે એ સમયે આંચકો લાગ્યો જ્યારે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્રે બે કિલોમીટર પહેલાં જ સંપર્ક વિહોણું થઈ ગયું. આની સાથે જ 978 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચંદ્રયાન-2 મિશનનું ભવિષ્ય અંધારામાં ઝૂલવા લાગ્યો છે. ઈસરોના અધ્યક્ષ કે.સિવને જાહેરાત કરતાં કહ્યું કે ચંદ્રની સપાટીથી 2.1 કિમી પહેલાં જ લેન્ડર વિક્રમનું પર્ફોર્મન્સ નોર્મલ રીતે કાર્યરત હતું. તેમણે કહ્યું તે ત્યાર બાદ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો.
શનિવારે મોડી રાત્રે 1.38 વાગ્યે જ્યારે 30 કિમીની ઉંચાઈથી 1,680 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 1,471 કિલોગ્રામનું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી તરફ આગળ વધી રહ્યું હતું ત્યાં સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું.
ઈસરોના ટેલિમેટ્રી-ટ્રેકીંગ એન્ડ કમાન્ડ નેટવર્ક સેન્ટરના સ્કીન પર જોવા મળી રહ્યું હતું કે વિક્રમ પોતાના નિર્ધારિત રૂટ પરથી થોડો ખસી ગયું હતું, ત્યાર બાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો. લેન્ડર ધીરે ધીરે નીચે ઉતરી રહ્યું હતું અને ઈસરોના અધિકારીઓ થોડી-થોડી વારે આનંદ વ્યક્ત કરી રહ્યા હતા.
લેન્ડરે સફળતા સાથે રફ બ્રેકીંગના તબક્કાને પૂર્ણ કર્યું અને યોગ્ય રીતે આગળ વધી રહ્યું હતું. ઈસરોના વૈજ્ઞિનકોના મત પ્રમાણે લેન્ડરનું નિયંત્રણ તે સમયે ગૂમાવ્યું કે જ્યારે તે નીચે ઉતરી રહ્યું હતું. નીચે ઉતરતી વખતે લેન્ડરના થ્રસ્ટર્સ બંધ થઈ ગયા હોવાની હાલ આશંકા છે.
થ્રસ્ટર્સ એટલે કે યાન પર એક નાનકડું રોકેટ એન્જિન,જેને ફ્લાઈટ પાથ અથવા એલ્ટીટયૂડમાં ફેરફાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ થ્રસ્ટર્સ બંધ થઈ જવાની આશંકા છે અને આના કારણે લેન્ડર વિક્રમ સાથેનો સંપર્ક તૂટી ગયો હોવો જોઈએ.
વિક્રમનો સંપર્ક તૂટી ગયા બાદ પણ ઈસરોનું ચંદ્રયાન-2 હજુ પણ કાર્યરત છે અને ઓર્બિટર ચંદ્રની ફરતે ચક્કર કાપી રહ્યો છે.