ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવાની કેટલીક સેકન્ડ પહેલાં જ ચંદ્રયાન-2નો સંપર્ક તૂટી ગયો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ ઈસરોના સેન્ટરમાં હાજર હતા. સવારે ફરી એક વાર પીએ મોગી ઈસરો પહોંચ્યા હતા અને વૈજ્ઞિનકોનો જુસ્સો વધાર્યો હતો.
વૈજ્ઞિનકોને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી ઈસરો સેન્ટરમાંથી જલા લાગ્યા તો ઈસરોના ચીફ સિવન પીએમ મોદીને ગળે વળગીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા હતા. પીએમ મોદીએ તેમને ગળે વળગાડી પીઠ થપથપાવી સાંત્વના અને ધરપત આપી હતી.
જૂઓ વીડિયો…
#WATCH PM Narendra Modi hugged and consoled ISRO Chief K Sivan after he(Sivan) broke down. #Chandrayaan2 pic.twitter.com/bytNChtqNK
— ANI (@ANI) September 7, 2019
પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા કહ્યપં કે આપણે નિશ્ચિત રીતે સફળ થઈશું. આ મિશનના પ્રયાસમાં અને હવે પછીને દરેક પ્રયાસમાં સફળતા આપણી સાથે હશે.
તેમણે કહ્યું કે દરેક મુસીબત, દરેક સંઘર્ષ અને દરેક કઠણાઈ આપણને કશુંક નવું શિખવે છે. કેટલાક નવા આવિષ્કારો નવી ટેક્નોલોજી માટે પ્રેરિત કરે છે અને એના થકી આપણની આગળની સફળતા નક્કી થાય છે. જ્ઞાનનો જો કોઈ મોટો શિક્ષક હોય તો એ વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં નિષ્ફળતા હોતી નથી, માત્ર પ્રયોગ અને પ્રયાસ જ હોય છે.
પીએમ મોદીએ કહ્યું કે હું તમામ અંતરિક્ષ વૈજ્ઞાનિકો અને તેમના પરિવારજનોને સલામ કરું છું. તેમનું મૌન પણ એક સમર્થન રૂપે તમારી સાથે રહ્યું હતું. આપણે અસફળ હોઈ શકીએ છીએ પણ આપણા જોશ અને ઉર્જામા ઘટાડો નહીં આવી શકશે. આપણે ફરીવાર પૂરી ક્ષમતા સાથે આગળ વધીશું.
તેમણે કહ્યું કે ભારત તમારી સાથે છે. સૌ વૈજ્ઞાનિકો મહાન પ્રોફેશનલ છો, જેમણે દેશની પ્રગતિ માટે સંપૂર્ણ જીવન આપ્યું અને દેશને સ્મિત અને ગર્વ કરવાના મોકા આપ્યા. આપણે માખણ પર લકીર કરાનારા નથી, પણ પથ્થર પર લકીર કરનારા લોકો છીએ.